રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજમાં ગાબડુ પડયું

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજમાં ગાબડુ પડયું

રાજુલા,
રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે ઉપર આવેલ રાજુલાના ઝાપોદર ગામ નજીક નવો બ્રિજ કરોડોના ખર્ચએ તૈયાર કરવામાં આવ્યો હતો અને તાજેતરમા 2 માસ પહેલા બ્રિજ શરૂ કર્યો હતો અને આજે વચ્ચે ગાબડુ પડતા માટી બહાર આવી અને લોખંડના સળિયા બહાર નીકળ્યા આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક આરએનબી વિભાગના અધિકારી દ્વારા પ્રથમ બ્રિજ બંધ કરાવ્યો હતો અને ત્યારબાદ સ્થાનિકો વાહન ચાલકોમા રોષ જોવા મળ્યો હતો અને તપાસ કરવા માટેની માંગ ઉઠાવી હતી ઉપરાંત રાજય સરકારનકરોડો રૂપિયાના ખર્ચએ તૈયાર થયેલા બ્રિજમાં ગાબડા સામે આવતા એજન્સીના કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે.બ્રિજની ચારે તરફ મોટી તિરાડો પડી ગઈ છે અને અતિ નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે જેના કારણે ભ્રષ્ટાચાર ખુલો સામે આવી ગયો છે રાજય સરકાર અને જિલ્લા કલેક્ટર આ યોગ્ય તપાસ માટે કમિટી બનાવે તો બ્રિજ બનાવનાર એજન્સી સામે મોટી કાર્યવાહી થવાની શકયતા છે બ્રિજ પર વાહનો પસાર થતા સમયે બ્રિજ રીતસર વાઈબ્રેન્ટ મારી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિક આગેવાન નાયાભાઈ ગુર્જરએ કહ્યું અઢી ત્રણ મહિના જ થયા છે ગાડી આવતી હતી ત્યાં ગાબડું પડી ગયું ગાબડું આજે તો પડી ગયું ગુણવત્તા વગરનું કામ છે અઢી ચાર મહિનામાં બ્રિજ બંધ કરવો પડ્યો છે સરકાર યોગ્ય તપાસ કરાવે અને કાર્યવાહી કરે તેવી માંગ છે.રાજુલા આર.એન.બી.અભિજીત સિંહ બ્રિજ ઉપર દોડી આવ્યા અને બ્રિજ બંધ કરાવ્યો હતો મીડિયાએ સવાલ કરતા ટેક્નિકલ ખામીઓ જણાવી વધુ વાતચીત કરવાનું ટાળ્યું .