લાઠી નજીક અકાળાના વેપારી સાથે સિંગતેલના ડબ્બા લઇ રૂા.5.50 લાખ ઉપરાંતની છેતરપિંડી

અમરેલી,

લાઠી તાલુકાના અકાળા ગામે રહેતા રાકેશભાઇ નાથાભાઇ ખુંટ ઉ.વ.35ને સુરત રહેતા નિશાંત મધ્ાુભાઇ ઝાવીયા મો. 93169 41259 ઉપરથી ફોન કરી સિંગતેલના ડબ્બાનો મોટા જથ્થાનો ઓર્ડર આપવાની લાલચ આપી રાકેશભાઇને વિશ્ર્વાસમાં લઇ તેમની પાસેથી સિંગતેલના ટેકસ સહિત 181 ડબ્બા કુલ રૂા.5,66,385નો મુદામાલ ફોન મારફતે મંગાવી મુદામાલની બારોબાર પ્રથમ અમરેલી ખાતે 55 ડબ્બા તથા સુરત ખાતે અલગ અલગ ત્રણ જગ્યાએ કુલ 126 ડબ્બાની ડિલેવરી કરાવી ડિલેવરી બાદ પેમેન્ટ આરટીજીએસ કરવાનું કહી બાદમાં રાકેશભાઇએ અવાર નવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં પૈસા ન ચુકવી વિશ્ર્વાસઘાત કરવાના ઇરાદે છેતરપિંડી કરી ગુનો કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ