લાઠી નજીક ધામેલમાં પ્રૌઢાએ ગળામાં પહેરેલ સોનાની કંઠીની ચીલઝડપ કરી જતાં બે શખ્સો

અમરેલી,
લાઠી તાલુકાના ધામેલ ગામે જુના પ્લોટ વિસ્તારમાં રહેતા હંસાબેન દામજીભાઇ ચિતલીયા ઉ.વ.48ને અજાણ્યા શખ્સે કંપની તરફથી વાસણ ધોવાના લિકવીડ તથા પાવડર ફ્રી સેમ્પલ આપવાનું કહી પ્રૌઢાને હાથમાં લાલ કલરનો પાવડર આપતા આ પાવડર વાળો હાથ ધોવા જતાં અજાણ્યા શખ્સે હંસાબેનને ગળામાં પહરેલ સોનાની બે સરની કંઠી રૂા.50,000ની કિંમતની આચકો મારી તોડી લઇ જઇ ઘર પાસે ઉભેલા અજાણ્યા બાઇક ચાલક સાથે બેસી જઇ બન્ને આરોપીઓ નાસી ગયાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ