લીલીયાના કુતાણાની સીમમાં પતિએ પત્નીની હત્યા કરી

અમરેલી,
લીલીયા તાલુકાના કુતાણા ગામે જેસર તાલુકાના મોરસુપડા ગામના કાનજી જીવરાજભાઇ સોલંકી અને તેમના પત્નિ મંજુલાબેન કાનજીભાઇ સોલંકી વચ્ચે કોઇ અગમ્ય કારણોસર ઝઘડો થતાં તા.11-4ના સાંજે 6 થી રાત્રીના 12 દરમિયાન કોઇ પણ સમયે કાનજીએ તેમના પત્ની મંજુલાબેન કાનજીભાઇ સોલંકી ઉ.વ.45ને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. આ બનાવની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મુળજેસર તાલુકાના મોરસુપડા ગામના હાલ કુતાણા દિનેશભાઇ છગનભાઇ બરવાળીયાની વાડીમાં ભાગવુ રાખી કામ કરતા કાનજી જીવરાજભાઇ સોલંકી અને તેમના પત્ની મંજુલાબેન કાનજીભાઇ સોલંકી ઉ.વ.45 વચ્ચે તા.11-4ના સાંજના છ થી રાત્રીના 12 દરમિયાન કોઇ પણ સમયે કોઇ અગમ્ય કારણોસર માથાકુટ થતા ઝઘડો થયેલ જેથી કાનજીએ મંજુલાબેનના માથામાં કોઇ બોથડ પદાર્થનો ઘા મારી જીવલેણ ઇજા કરી હત્યા કર્યાની મેઘાભાઇ આણંદભાઇ પરમાર ઉ.વ.40 રહે.નવઘણવદર નેસડી તા. પાલીતાણા વાળાએ લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હત્યાના બનાવ બાદ આરોપી સામેથી પોલીસમાં હાજર થઇ ગયેલ આ બનાવની તપાસ પીએસઆઇ એસ.આર ગોહિલ ચલાવી રહ્યા