લીલીયામાં ચેક રિટર્નના આરોપીને બે વર્ષની કેદ તેમજ લોનની રકમ જેટલી દંડની સજા કરતી લીલીયા કોર્ટ

લીલીયામાં ચેક રિટર્નના આરોપીને બે વર્ષની કેદ તેમજ લોનની રકમ જેટલી દંડની સજા કરતી લીલીયા કોર્ટ

લીલીયા,

લીલીયા નામદાર કોર્ટે આજે લોન લઈ અને ન ભરતા લોકો માટે દાખલો બેસે તેવો ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. જેમાં અત્રેની શ્રી ક્રિષ્ના શરાફી અને કન્ઝયુમર્સ સહકારી મંડળી લી.ના સભાસદ ધર્મેશભાઈ રાજેશભાઈ ગોહિલે મંડળી માંથી લોન લીધી હતી પરંતુ વારંવાર જાણ કરવા છતાં તેઓ પોતાની લોનના હપ્તા ભરતા ન હતા ત્યારે મંડળી તરફથી નોટીસ મોકલવામાં આવી બાદમાં ધર્મેશભાઈ રમેશભાઈ ગોહિલ દ્વારા મંડળીને ચેક આપી અને પોતાની લોન પૂર્ણ કરવા જણાવ્યુ બાદમાં મંડળી તરફથી ચેક બેંક માં નખાતા તે અપુરતા બેલેન્સના શેરા સાથે પરત આવેલ જે બાદમાં મંડળી ના વકીલ અશોકભાઈ વાળા તરફથી લીગલ નોટિસ મોકલવામાં આવેલ તેનો જવાબ લોન બાકીદાર ધર્મેશભાઈ તરફથી ન મળતા અંતે મંડળીએ નામદાર લીલીયા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જ્યાં મંડળી તરફે એડવોકેટ અશોકભાઈ વાળા એ જરૂરી આધાર પુરાવા અને ધારદાર દલીલ કરી હતી જે ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટે ચુકાદો આપતા બે વર્ષની જેલ લોનની રકમ રૂા.100613, તેમજ તેટલી જ રકમ રૂા 100613નો દંડ ચૂકવવા આદેશ કરાયો છે.જો આરોપી લોન અને દંડ ભરવામાં કોર્ટના હુકમ અનુસાર લોન અને દંડનો ભરે તો તેમને વધુ છ માસની સજા ભોગવવા હુકમ કરેલ છે.ઉપરોક્ત સમાચાર મળતા મંડળીના બાકીદારો માં ફફડાટ ફેલાયો