વડીયામાં મોડી રાત્રે જમીનથી 35 ફુટની ઉંચાઇએ લટકતી લાશને નીચે ઉતારાઇ

વડીયામાં મોડી રાત્રે જમીનથી 35 ફુટની ઉંચાઇએ લટકતી લાશને નીચે ઉતારાઇ

અમરેલી,
વડીયાનાં સુરવો ડેમ પાસે આવેલી વાડીમાં 35 ફુટની ઉચ્ચાઇએ વૃક્ષ ઉપરથી મળેલી લાશે રહસ્ય સર્જ્યુ છે. ગુરૂવારે વડીયામાં મોડી રાત્રે જમીનથી 35 ફુટની ઉચ્ચાઇએ ઝાડ ઉપર લટકતી લાશને નીચે ઉતારાઇ છે. અમરેલીથી દોડીગયેલ ફાયર ફાયટર અને વડીયા પોલીસે સ્થળ ઉપર કાર્યવાહી શરૂ કરી છે અને મરનારની લાશ ત્રણ દિવસથી પડી હોવાની અટકળ થઇ રહી છે. આ લાશ કોની છે તેની કોઇ વિગતો હજુ બહાર આવી નથી પણ લાશ બળી ગયેલી હાલતમાં અને આસપાસનાં વૃક્ષનાં પાંદડા પણ બળી ગયેલા હોય કોઇ શોર્ટ સર્કિટથી તેમનું મૃત્યુ થયું હોય તેવું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું