વિદેશી દારૂની 56 બોટલ સાથે બગસરામાં એક શખ્સને પકડતી અમરેલી એલસીબી

વિદેશી દારૂની 56 બોટલ સાથે બગસરામાં એક શખ્સને પકડતી અમરેલી એલસીબી

બગસરા,
બગસરા માં હુડકો કોલોની માં રહેતા સુરેશ હરજીવનભાઈ રાઠોડ નામનો એક શકશ બગસરા માં ઘણા સમય થી દારૂ નું વેચાણ કરતો હોવાથી અમરેલી એલ સી બી ટીમ ને જાણ થતાં બાતમી ના આધારે આ ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને 56 બોટલ ભારતીય બનાવટ નો દારૂ કુલ મુદ્દામાલ 22895 ની કિંમત નો દારૂ પકડી પડેલ હતો જ્યારે બગસરા માં ઘણા સમય થી દારૂ નું દુષણ વધી રહેલ છે ત્યારે બગસરા પોલિશ દ્વારા કોય પણ પ્રકારની કામ ગિરિ કરવામાં આવી નથી જ્યારે બગસરા માં શેરી એ ને ગલીએ દેશી દારૂ પણ બેફામ વેચાય રહેલ છે ત્યારે આવા લોકો ઉપર તવાઈ ક્યારે થશે એવા લોકો માં સવાલો ઉઠી રહ્યાં છે જ્યારે બગસરા ના રેલવે સ્ટેશન જાણે દેશી દારૂ નો અડ્ડો બની ગયો હોય તેમ પાણી ના પાવુચ ની જેમ બેફામ રીતે દેશી દારૂ નું વેચાણ થાય છે ત્યારે આવા બૂટલેગરો ઉપર તવાઈ કરવામાં આવે તેવી લોકો માં માંગ ઉઠી હતી.