શ્રી જેની ઠુંમર આજે લાઠી તાલુકાના ગામોમાં

અમરેલી,

અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી જેનીબેન ઠુંમર આજે લાઠી તાલુકાનો પ્રવાસ કરશે. આજે તા.23ને મંગળવારે સવારે 8-30 કલાકે અકાળા, 9-15 કલાકે આસોદર, 10 કલાકે છભાડીયા, 10-45 કલાકે ધામેલ, 12 કલાકે સાખપુર, બપોરે 3 કલાકે ઠાસા, 3-45 કલાકે દરેડી જાનબાઇ સાંજે 4-30 કલાકે ચાવંડ, 5-15 કલાકે શેખપીપરીયા, 6 કલાકે હરસુરપુર, 6-45 કલાકે કેરાળા, 7-30 કલાકે મતિરાળામાં બેઠકો સાથે લોકસંપર્ક કરશે અને ચૂંટણી પ્રચાર પ્રસાર વેગવંતો બનાવાશે.