શ્રી પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી નોંધાવશે

શ્રી પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી નોંધાવશે

રાજકોટ,
રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમભાઇ રૂપાલાનો ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો ઠેર ઠરે સંમેલનો બેઠકો સાથે આજે શ્રી રૂપાલા પોતાની ઉમેદવારી પત્ર રજુ કરનાર છે. તે માટે અમરેલી જિલ્લામાંથી અસંખ્ય ટેકેદારો અને ભાજપ કાર્યકરો અમરેલીથી રાજકોટ જવા રવાના થયાં છે. ગઇ કાલે રાજકોટ શહેરમાં સંમેલનો બેઠકો સાથે પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવઇ હતી. રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમભાઇ રૂપાલા દ્વારા આજે પદયાત્રા, જાહેર સભા સાથે સ્નેહમિલન અને ઉમેદવારી પત્રો રજુ કરાશે. નિયત થયેલા કાર્યક્રમ મુજબ આજે તા.16ને મંગળવારે સવારે 9 વાગ્યે જાગનાથ મંદિર યાજ્ઞિક રોડ રાજકોટથી સવારે 9 કલાકે પદયાત્રા, યાજ્ઞિક રોડ જાગનાથ મંદિરથી નિકળી વિવિધ વિસ્તારોમાં ફરશે. સવારે 10 કલાકે બહુમાળી ભવન સરદાર પટેલ પ્રતિમા રેસક્રોસ રાજકોટ ખાતે સવારે 10 વાગ્યે જંગી જાહેર સભા યોજાશે અને 11-30 કલાકે કલેકટર કચેરી ખાતે રાજકોટ લોકસભા બેઠકનું ઉમેદવારી પત્ર 11-30 કલાકે રજુ કરાશે. અને સેફ્રોન પાર્ટી પ્લોટ, કાલાવડ રોડ 150 ફુટ રિંગરોડ રાજકોટ ખાતે સાંજે 8-30 કલાકે મોટા મૌવાના વિવિધ હાઇરાઇઝ ફલેટધારકોનો સ્નેહમિલન સમારોહ યોજાશે તેમ જણાવ્યું છે. રાજકોટ લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમભાઇ રૂપાલાના વિધાનસભા 68ના અને વિધાનસભા 71ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન સાથે જંગી જાહેર સભા યોજાઇ હતી. જેમાં શ્રી પરશોતમભાઇ રૂપાલા, શ્રી ઉદયભાઇ કાનગડ, શ્રી મુકેશભાઇ દોશી, શ્રી દિલીપભાઇ સંઘાણી સહિત શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી આર.સી.ફળદુ સહિતે સભાને સંબોધી હતી. વોર્ડ નં.4 અને 16ના અનેક કોંગ્રેસી આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતાં અને તેમને ભાજપ આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યા હતાં. વિધાનસભા 68ના ચૂંટણી કાર્યાલય ઉદ્દઘાટન બાદ જાહેર સભાને સંબોધતા શ્રી રૂપાલાએ જણાવ્યું કે દેશની જનતા ચૂંટણી પ્રક્રિયાથી આગળ છે. કમળ તરફી મત વર્ષા કરી દેશવાસીઓ નરેન્દ્રભાઇ મોદીને ત્રજી ટર્મમાં પ્રધાનમંત્રી બનાવવા મકકમ બન્યા છે ત્યારે કાર્યકર્તાઓ નાગરિકોનો સંપર્ક કરીને 100 ટકા મતદાન કરાવવા સઘન પ્રયાસો કરે તેમ શ્રી રૂપાલાએ જણાવ્યું હતું. કમળ ભારતીય વિચારધારાનો પ્રતિક છે. ભાજપે રાષ્ટ્ર હિતની નવી વિચારધારા આપી દેશને એક નવી દિશા આપી છે. શ્રી રૂપાલાને પાંચ લાખથી વધ્ાુ લીેડથી વિજય બનાવવા પાર્ટીનો પ્રત્યે કાર્યકર કૃત નિશ્ર્ચય બને તેમે શ્રી ઉદય કાનગડે જણાવ્યું હતું. સૌ કાર્યકર્તાઓના પ્રયાસોથી શ્રી રૂપાલાના ઐતિહાસિક લીડથી વિજય બનાવી રાજકોટથી કમળ ખીલવીને દિલ્હી મોકલવા સંકલ્પ કરવાશ્રી મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું. એ જ રીતે અમરેલીથીે શ્રી દિલીપભાઇ સંઘાણીએ પણ યશ્સવી વડાપ્રધાન શ્રી મોદીના હાથ મજબુત કરવા માટે શ્રી રૂપાલાને જંગી બહુમતીથી ચૂંટી કાઢીએ તેમ શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. આ સભામાં શ્રી વજુભાઇ વાળા, શ્રી મોહનભાઇ કુંડારીયા,ડો. ભરતભાઇ બોઘરા, શ્રી રમેશભાઇ ટીલાળા, શ્રી નયૈનાબેન પીઢડીયા, શ્રી અશ્ર્વિનભાઇ મોલીયા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી ટપુભાઇ લીંબાસીયા, શ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રી વલ્લભભાઇ દુધાત્રા, શ્રી નરેન્દ્રભાઇ સોલંકી, શ્રી ખીમજીભાઇ મકવાણા, શ્રી કર્ણાભાઇ માલધારી, શ્રી જૈમિન ઠાકર, શ્રી જીતુભાઇ મકવાણા, શ્રી ઘનશ્યામભાઇ હેરમા વિધાનસભા -68ના શ્રી રમશેભાઇ પરમાર, શ્રી પરિમલ પરડવા, શ્રી પુજાબેન પટેલ, શ્રી ભગવતીબેન, શ્રી નયૈનાબેન સોલંકી, શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી આર.સી.ફળદુ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ નિમિતે શ્રી રૂપાલાએ ડો. આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે સ્મારાંણજંલી પાઠવી હતી. સંમેલન દરમિયાન કોંગ્રેસના અનેક આગેવાનો વોર્ડ નં.4 અને 16 માંથી કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતાં. જેમાં શ્રી ભીખાભાઇ ગજેરા, શ્રી વલ્લભભાઇ પડસાણા, શ્રી હિતેષ ત્રિવેદી, શ્રી નારણભાઇ હિરપરા, શ્રી ભાર્ગવભાઇ ગજેરા, શ્રી કાંતિભાઇ કયાડા, શ્રી જગદિશભાઇ ઘેટીયા અને વોર્ડનં-4 માંથી શ્રી દિનેશભાઇ મોલીયા, શ્રી વિમલ મુંગરા, શ્રી કલ્પેશભાઇ અજાણી સહિતના અસંખ્ય કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપના જોડાતા ભાજપ આગેવાનોએ આવકાર્યા હતાં.શહેરના વિવિધ એસોશિએશન દ્વારા યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં શ્રી પરશોતમભાઇ રૂપાલા, શ્રી વજુભાઇ વાળા, શ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી રામભાઇ મોકરીયા, ડો. ભરતભાઇ બોઘરા, શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી ધનસુખ ભંડેરી, શ્રી પરેશભાઇ ગજેરા, શ્રી વજુભાઇ ગોલ, શ્રી માવજીભાઇ ગોલ, શ્રી કિરીટભાઇ બુધદેવ, શ્રી દિપકભાઇ સંઘવી, શ્રી ચંદ્રેશભાઇ મહેતા, શ્રી દિપકભાઇ સાવલીયા, શ્રી જીતુભાઇ પટેલ, શ્રી મોન્ટુભાઇ પટેલ, શ્રી અશોકભા લુણાગરીયા, શ્રી જગદિશભાઇ વોરા, શ્રી સુરેશભાઇ રૈયાણી, શ્રી બકુલભાઇ, શ્રી જીતુભાઇ જોષી, શ્રી વિજયભાઇ કોરાટ, શ્રી રાજુભાઇ રંગાણી વિગેરે ઉપસ્થિત રહ્યા