સગીરાને ભગાડી જનાર કાનાતળાવનાશખ્સને કોર્ટ દ્વારા 10 વર્ષની સખત કેદ

અમરેલી,
2019 ની સાલમાં મે મહિનાની 19 તારીખે સાવરકુંડલાના કાનાતળાવ ગામના નિતેશ કાળુભાઇ ચૌહાણે સગીર બાળાને ભગાડી જઇ તેની સાથે શરીર સબંધ બાંધ્ોલ અને આ બનાવમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર તથા અન્ય એક શખ્સની સામે પણ ગુનો દાખલ થયેલ આરોપીઓ સામે પુરાવાઓ અને તેને સખતમાં સખ્ત સજા મળે તેવી અધિક જિલ્લા સરકારી વકીલ શ્રી વિકાસ વડેરાએ દલીલો કરતા સાવરકુંડલાની પોકસો કોર્ટમાં જજ શ્રી બી.એસ શ્રીવાસ્તવે આઇપીસી 363, 366 તથા 7 વર્ષની કેદ અને 10 હજાર દંડ તથા આઇપીસી 376 અને પોકસો 4 માં 10 વર્ષની સજા અને આરોપી નિતીન કાળુભાઇને દંડ ફટકાર્યો હતો અને ભોગ બનનારને 4 લાખનું વળતર આપવા હુકમ કર્યો