સાવરકુંડલાને પાયાની સુવિધા તે મારી પ્રાથમિકતા : શ્રી જેની ઠુંમર

અમરેલી,

અમરેલી જિલ્લા લોકસભાના શિક્ષત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સાવરકુ્રંડલાના ગ્રામ્ય જનતાના આશિર્વાદ મેળવવા પ્રવાસ કરી રહૃાા છે. ત્યારે તેમણે સાવરકુંડલાનો મહત્વનો પ્રશ્ન શિક્ષણ,આરોગ્ય અને રોજગારી વિશે ચર્ચા કરી હતી સાવરકુંડલા પંથકના આ ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી.બસોની પુરતી સુવિધા નથી આ ઉપરાંત આ વિસ્તારના લોકો ઉચ્ચ શિક્ષણ માટે અને મેડીકલ સારવાર અન્ય મહાનગરોમાં જવુ પડે છે. ત્યારે આ વિસ્તારમાં આ તમામ સુવિધાઓ વધે તેવી અમારી લાગણી છે.આ વિસ્તારના ખેડૂતો, કપાસ, મગફળી, તેલીબીયા, અને કેરીની ખેતી પણ કરે છે. ત્યારે તેમને પુરતા ભાવ મળે અને ખેડૂત અને ખેતી સમૃઘ્ધ થાય તોજ દેશ સમૃઘ્ધ થાય માટે ખેડૂતોને એમ.એસ.પી. મુજબ પુરતા ભાળ મળે અને ખાતર,બિયરાણ સસ્તુ થાય તેવી અમારી માંગણી છે.સાવરકુંડલામાં રેલ્વેની સુવિધામાં વધારો થાય તો અહીંયા ધંધા-રોજગાર પણ વિકાસ થઈ શકે અને લોકો દેશના અન્ય વિકાસીત મહાનગરો સાથે જોડાઈ શકે.બહેનોના ઉત્કર્ષ માટે શિક્ષણ અને આરોગ્ય બે મહત્વના પાસાર છે. ત્યારે તેમાં પુરતી તકેદારી રાખવામાં આવે અને આ વિસ્તારમાં વધુમાં વધુ ગૃહ સ્થાપના કરવામા ંઆવે તો આ વિસ્તારની બહેનોને પોતાના વતનમાં ઘરે બેઠા રોજગાર મળી શકે તેમ જેનીબેન ઠુમ્મરે જણાવ્યુ હતુ.આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે તડકા અને ગરમી વચ્ચે કોંગ્રેસના એક નાના કાર્યકર તરીકે મને અને જેનીબેનનું સ્વાગત થઈ રહૃાુ છે. તેનો હું આભાર માનું છુ. સાથે તેમણે દ્વારા આ વિસ્તારમાં મહિલા ઉમેદવારને લોકસભાની ટિકિટ અપાઈ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ નારી ન્યાય યોજના અંગે લોકોને માહિતી આપી હતી જેમાં મહાલક્ષ્મી યોજના અંતર્ગત ગરીબ પરિવારની બહેનોને રૂા.1 લાખ(દરવર્ષે),આધી આબાદી પુરા હક અંતર્ગતકેન્દ્ર સરકારની સરકારી નોંકરીમાં બહેનોને પ0 % આરક્ષણ,શકિતમાન સન્ન્માન અંતર્ગત આશાવર્કર,મીડ ડે મીલ,આંગણવાડી વર્કસ બમણો પગાર,શહેરોમાં કામ કરતી બહેનોને સાવિત્રીબાઈ ફુલે હોસ્ટેલની સુવિધાઓ આપવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.આ તકે જેનીબેન ઠુમ્મર સાથે પ્રવાસમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ દેવાણી, હિપાવડલી માં પરેશભાઈ,કાળુભાઈ,જેન્તીભાઈ ઠુમ્મર,ગોરધનભાઈ રાદડીયા, છગનભાઈ, ભનુભાઈ,મોટા ભમોદ્રામાંધર્મેન્દ્રભાઈ ખુમાણ,વનરાજભાઈ,વિરડી થી બાવુભાઈ ખુમાણ,જસુભાઈ ખુમાણ,મુન્નાભાઈ ડાભી, ધાર થી વિનુભાઈ ગુંદરણીયા,માવજીભાઈ ખીચડીયા,કાળુભાઈ ડાવરા,ભાણબાપુ,અન્ય આગેવાનોમાં વિનુભાઈ ગુંદરણીયા, ભરતભાઈ ગીડા, હાર્દિકભાઈ કાનાણી,અશ્વિનભાઈ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહૃાા