અમરેલીમાં નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ દ્વારા હેલ્થ ચેકઅપના ત્રણ પેકેજને લોન્ચ કરાયા

અમરેલીમાં નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ દ્વારા હેલ્થ ચેકઅપના ત્રણ પેકેજને લોન્ચ કરાયા

અમરેલી,
અમરેલીમાં નેત્ર ચિકિત્સા ટ્રસ્ટના ફીઝીશ્યન વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપના ત્રણ પેકેજ લોન્ચ કરાયા છે. આજે રામનવમીના પાવન પર્વે ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીના વરદ હસ્ત ઓ ભેટ આપવામાં આવી હતી જેમાસીલ્વર,ગોલ્ડ અને પ્લેટેનીયમ પ્લાનમાં દરેક પ્રકારના ટેસ્ટમાં તબીબની તપાસ સેવા પણ સાથે આવરી લેવામાં આવી છે અને તેમા પણ 55 વર્ષથી વધ્ાુ ઉમરના લોકો માટે 20 ટકા રાહતનું વધારાનું પેકેજ અપાયું છે.આ અંગેની વિગતો આપતા નેત્ર ચિકિત્સા ટ્રસ્ટના ડૉ. જાગૃતિ ચાંડપાએ વિગતો આપતા જણાવેલ કે, દર્દીઓને નિદાન માટે રાહતદરે સેવા મળી રહે તે માટે અમારા ફીઝીશ્યન ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ્વર,ગોલ્ડ અને પ્લેટેનીયમ એમ ત્રણ પેકેજ મુકવામાં આવ્યા છે પ્રથમ પેકેજ સીલ્વરમાં ફી માત્ર રૂા. 200 રખાઇ છે જેમા ફીઝીશ્યન તપાસ સાથે બીપીની તપાસ, સુગરની તપાસ, સીબીસી એટલે કે લોહીની અમુક પ્રકારની યોગ્ય તપાસ પણ આમાં આવરી લેવામાં આવશે. જયારે બીજા પેકેજ ગોલ્ડમાં ફી માત્ર રૂા. 675 રખાઇ છે જેમાં ફીઝીશ્યન તપાસ,બીપી, સીબીસી,ઇસીજી, કોલેસ્ટ્રોલની યોગ્ય તપાસ એટલે કે લિપિડ પ્રોફાઈલ તથા રેન્ડમ બ્લડ સુગર અને જરૂર લાગે તો જમ્યા પછીનું સુગર પણ તપાસી દેવાશે. અને ત્રીજા પેકેજ પ્લેટીનીયમમાં ફીઝીશ્યન તપાસ, હાડકા વિભાગની તપાસ, અને આંખના વિભાગની તપાસ, ઇસીજી ઇકો મશીન દ્વારા હદયની તપાસ, એકસરે, સીબીસી, કિડનીની તપાસ, લીવરની તપાસ, અને કોલેસ્ટ્રોલની તમામ તપાસ, થાઇરોડ તપાસ તથા સુગરની તપાસ પણ કરવામાં આવશે.આ પેકેજ સાથે અમરેલીમાં સર્વ પ્રથમ નેત્ર ચિકીત્સા ટ્રસ્ટ દ્વારા લોકોને નિદાન અને સારવાર બન્ને રાહતદરે મળી રહે તેવી શરૂઆત કરી અને સ્વ. મોટાભાઇ ગાંધીની સેવાની પરંપરામાં આગળ વધી દર્દીનારાયણને વધ્ાુ એક સુવિધા આપવાનો પ્રયાસ કરાયો