અમરેલીમાં 7 કરોડની છેતરપિંડીમાં મુખ્ય આરોપીની ધરપકડ

અમરેલી,
સીઆઈડી ક્રાઈમની આર્થિક ગુના શાખા (ર્ઈંઉ) એ સાત કરોડની છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ કથિતપણે યુકેમાં એક કંપની રજીસ્ટર્ડ કરી હતી. બાદમાં તેણે ઉંચા વળતરની બાંહેધરી આપીને 38 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં 7 એપ્રિલના રોજ અમરેલીના રવીરાજસિંહ વાઘેલાની દરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 15 એપ્રિલ સુધીના પોલીસ કસ્ટડી આપી છે.વાઘેલાએ યુકેમાં રાઈટ ગ્રુપ ફાયનાન્સિયલ લિમીટેડ કંપની શરૂ કરી હતી. બાદમાં સોશિયલ મિડીયા દ્વારા કંપની ફોરેક્સ બિઝનેસ સાથે સંકળાયેલી હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ, ભાવનગર સહિત પંજાબ અને દુબઈમાં ઓફિસો ખોલીને રવિરાજસિંહ સહિત કંપનીના માલિકોએ લોકોને રોકાણ પર 5 થી 7 ટકા વળતરની લાલચ આપી હતી.આરોપીઓ ડમી ડ્રેડિંગ કરીને રોકાણકારોને યુઝર આઈડી અને પાસવર્ડ આપીને ચોક્કસ એકાઉન્ટમાં રકમ જમા કરવવા જણાવતા હતા. આ ખાતાઓ વિવિધ ફર્મ્સ, આરોપીઓના સંબંધીઓ અને કર્મચારીઓના નામે ખોલાવ્યા હતા. તેમાં આવતું ફંડ મુંબઈની આંગડીયા કંપનીઓ મારફતે આવતું હતું.શરૂઆતમાં આરોપીઓ રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે વળતર આપતા હતા.છેતરાયેલા એક રોકાણકારે 31 ઓગસ્ટના રોજ અમરેલીના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ પંકજ વઘાસીયા, શક્તિસિંહ વાઘેલા, અક્ષરાજસિંહ વાઘેલા, ગૌરવ સોજીત્રા અને વિજયસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓ વિરૂધ્ધ આઈપીસીની છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની અનેક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.ડીએસપી પી.એચ.ચૌધરીના જણાવ્યા મુજબ આરોપીઓએ 38 જણા સાથે 7.44 કરોડની છેતરપિંડી કરી હતી. જેને પગલે તેમણે આર્થિક ગુના શાખાનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં બે આરોપી કેતન વાટલીયા અને ઉમેશ લોડલીયા ફરાર