ઉનામાંથી જુનાગઢના શખ્સને જાલી નોટ સાથે ઝડપી પાડયો

ઉનામાંથી જુનાગઢના શખ્સને જાલી નોટ સાથે ઝડપી પાડયો

ગીરસોમનાથ,

ઉનામાંથી ભારતીય ચલણની જાલી/બોગસ નોટો સાથે જુનાગઢના ઇસમને રૂા.500ના દરની 32 નંગ નોટો કિ.રૂા.16 હજારની નોટો સાથે ગીરસોમનાથા એસઓજીએ પકડી કાર્યવાહી કરી હતી.જુનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા , જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ તરફથી લોકસભા ચૂંટણી-2024 અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જીલ્લામાં ગે.કા. પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા કરેલ સુચના મુજબ, ગીરસોમનાથ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.શ્રી જે.એન.ગઢવી સા. તથા પો.સબ ઇન્સ.શ્રી વી.કે.ઝાલા સા. ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. ઇબ્રાહિમશા બાનવા તથા દેવદાનભાઇ કુંભરવાડીયા તથા ગોવિંદભાઇ રાઠોડ તથા શામળા તથા પો.હેડ કોન્સ. ગોપાલભાઇ મોરી તથા હસમુખભાઇ ચાવડા તથા ગોપાલભાઇ મકવાણા તથા પ્રકાશભાઇ સોલંકી તથા વુ.હેડ કોન્સ. અસ્મિતાબેન ચાવડા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા મેહુલસિહ પરમાર તથા મહાવિરસિંહ જાડેજા તથા એલ.સી.બી. શાખાના પો.હેડ કોન્સ. રાજુભાઇ ગઢીયા એ રીતેના પો.સ્ટાફ ઉના વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બાનવા તથા પો.હેડ હસમુખભાઇ ચાવડા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિહ ગોહીલને મળેલ સયુકત બાતમી હકિકત આધારે નીચે જણાવેલ વિગત મુજબનો ભારતીય ચલણની પાંચસોના દરની બોગસ/જાલીનોટો નંગ-32 સાથે હરેશભાઇ ધુળાભાઇ સોલંકી, ઉવ.35, રહે.ભવનાથ પોલીસ સ્ટેશન સામે,જુનાગઢવાળાને પકડી પાડી ઉના પો.સ્ટે.માં ગુનો રજી.કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ