બિમ્સ – આસ્થા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં દર્દી નારાયણોની સરાહનીય સેવા

બિમ્સ – આસ્થા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં દર્દી નારાયણોની સરાહનીય સેવા

અમરેલી,
બિમ્સ આસ્થા હોસ્પિટલ અમરેલી શહેર ખાતે આધ્ાુનિક સુવિધાઓથી સુસજ્જ અને સરકાર દ્વારા અપાતી ફ્રી સેવાઓ અંતર્ગત દર્શનીય ઉદાહરણ પુરૂ પાડે છે.
જે અંતર્ગત તાજેતરમાં હોસ્પિટલ ખાતે પગની અંદર પ્લેટની સમસ્યા ધરાવતા એક કપલ મંછારામ કેશવરામ હરીયાણી તથા તેમના ધર્મપત્ની મુક્તાબેન ઉ.વ.50 એ અગાઉ પગમાં પ્લેટ બેસાડવાનું બહાર ઓપરેશન કરાવેલ પરંતુ તે તદન નિષ્ફળ જતા ખુબ પીડા ભોગવી હતી.પરંતુ બિમ્સ આસ્થા હોસ્પિટલના ડો. અશોક પરમારના માર્ગદર્શન તળે ઓર્થોપેડીક સર્જન માત્ર 31 વર્ષના નવ યુવાન ડો.દિક્ષીત ચૌધરી જેમણે ભાવનગર સિવીલ ખાતે પણ ચાર વર્ષ પોતાની સેવાઓ આપી હતી અને તેઓએ આ મહિલાનું આયુષ્માન કાર્ડ અંતર્ગત ઓપરેશન કરી અને માત્ર 24 દિવસમાં સંપુર્ણ હરતા ફરતા કરી આપેલ. જે મેડીકલ ક્ષેત્રે એક ઉદાહરણ છે. તેમજ હોસ્પિટલનાં સતત જાગૃત એવા કેતન ઠાકર તથા દિલીપ વાઘ પણ આ ઓપરેશન દરમિયાન ખડેપગે પોતાની સેવાઓ આપેલ અને આંબરડી તા.સાવરકુંડલાના આ પતિ પત્નીએ સંપુર્ણ હોસ્પિટલના ડોક્ટરો તેમજ સ્ટાફનું સન્માન કરેલ.