અમરેલીમાં બસમાં મહિલાનો વિડીયો ઉતારનારને સબક શીખડાવ્યો

અમરેલીમાં બસમાં મહિલાનો વિડીયો ઉતારનારને સબક શીખડાવ્યો

અમરેલી,

અમરેલીમાં એસ.ટી ના મહિલા કંડેક્ટરએ 181માં કોલ કરી જણાવેલ કે તેઓ રાજુલા-રાજકોટ બસમાં અમરેલી બસ સ્ટેશનમાં આવી રહ્યાં છે. તેઓને બસમાં એક આવરા શખ્સ પંજવણી કરે છે,જેથી તાત્કાલિક મદદ ની જરૂર છે.આથી,આ માહિતી મળતાં ની સાથેજ તુંરતજ અમરેલી 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સેલર હીના પરમાર, જીઆરડી કાજલબેન પરમાર તથા પાયલોટ જગદીશભાઈ મોરે સ્થળ પર પહોંચીને આ પીડિતા સાથે વાતચીત કરી શાંત્વના આપી પરામર્શ કરતા તેઓએ જણાવેલ કે તેઓ એક મહિલા કંડેક્ટર તરીકે ફરજ બજાવે છે,તેઓ બસમાં ટિકિટ કાપતા હતા તે દરમ્યાન એક આવારા વ્યક્તિ દ્વારા તેઓના છુપાઈ ફોટા તથા વિડિયો ઉતારવામાં આવેલ ને ત્યારબાદ મહિલા નું ધ્યાન પડતા ને જાણ થતા ડિલીટ કરવાનું કહેતા તે વ્યક્તિ દ્વારા અપશબ્દો બોલી ગેરવર્તન કરવામાં આવેલ હતું.જેથી ટીમ દ્વારા આ આવરા વ્યક્તિનો ફોન તપાસ કરતા હકીકતમાં મહિલા કંડેક્ટરના ફોટો તથા વિડિયો જોવા મળેલ હોય જેથી ટીમ દ્વારા તે વ્યક્તિને કડક શબ્દોમાં કાયદાકીય માહિતી આપી કાયદાનું ભાન કરાવેલ હતું.આથી,તે વ્યક્તિ દ્વારા મહિલા પાસે માફી માંગેલ હતી પરંતુ આ પીડિત મહિલા દ્ધારા જણાવેલ કે તેઓને તે વ્યક્તિને સબક શિખડવો છે,જેથી અન્ય કોઈ મહિલા સાથે આવું વર્તન ના કરે તેમજ બનાવ ના બને આથી તેઓને આ વ્યક્તિ વિરોધ કાયદાકીય કાર્યવાહી કરવી છે, જેથી 181 અભયમ ટીમ દ્વારા આ મહિલાને અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ને આ બનાવ અંગે ત્યાં સ્ટેશનમાં જાણ કરી તેમજ મહિલાના ઈચ્છા મુજબ પોલીસ સ્ટેશનમાં અરજી કરાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આમ181 ટીમ દ્વારા આવારાગીરી કરતા વ્યક્તિને કાયદાના પાઠ ભણાવી પ્રશસનીય કામગીરી કરવામાં આવેલ હતી.