અમરેલી જિલ્લામાં પોલીસે 3 વાહન ચાલકો સહિત 19 શખ્સોને રાજાપાઠમાં ઝડપી લીધા

અમરેલી,
અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ કોઇ અનિછનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના બહાર પડાયેલા જાહેરનામા અનુસાર પોલીસ દ્વારા અવિરત પણે કાર્યવાહી આરંભી છે. અમરેલી જિલ્લામાં મરીન પીપાવાવ, બાબરા, અમરેલી, નાગેશ્રી, ખાંભા, દામનગર, ચલાલા, સાવરકુંડલા રૂરલ પોલીસે જુદા જુદા સ્થળોએ નશો કરી છાકટા બનેલા ત્રણ વાહનચાલકો સહિત 19 નસેડીઓને ઝડપી પાડી જેલ ખવડાવી સરભરા કરી હતી.જયારે જિલ્લામાં પોલીસે જુદા જુદા 15 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી ત્રણ મહિલા સહિત 13 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં જફરાબાદ, ડુંગર, ખાંભા, ધારી, નાગેશ્રી, અમરેલી, લીલીયા, બાબરા, જાફરાબાદ મરીન, સાવરકુંડલા રૂરલ, અમરેલી રૂરલ સહિત જુદા જુદા સ્થળોએ પોલીસે દેશી દારૂના દરોડાઓ પાડયા