અમરેલી જિલ્લામાં 27 સ્થળોએ દેશીદારૂના દરોડા પાડી 7 મહિલા સહિત 44 ઝડપાયા

અમરેલી,

 

અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અસામાજિક પ્રવૃતિઓ ઉપર રોક લાગવવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરતે પણે કાર્યવાહીનો દૌર શરૂ રાખેલ છે. અમરેલી જિલ્લામાં જુદા જુદા 27 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી 7 મહિલા સહિત કુલ 44ને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં ચલાલા, દામનગર, ખાંભા, બગસરા, નાગેશ્રી, અમરેલી, ડુંગર, જાફરાબાદ, બાબરા, વંડા, લીલીયા, વડીયા, લાઠી, મરીન પીપાવાવ, સાવરકુંડલા, રાજુલા, ધારી, સાવરકુંડલા રૂરલ, જાફરાબાદ મરીન તેમજ અમરેલી રૂરલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી .જયારે અમરેલી જિલ્લામાં 12 વાહનચાલકો સહિત 22 નસેડીઓને ઢીંગલી થયેલ હાલતમાં પોલીસે ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં નાગેશ્રી, ડુંગર, લીલીયા, રાજુલા, ખાંભા, ચલાલા, દામનગર, બાબરા સહિત પોલીસે કાર્યવાહી હાથ ધરી