અમરેલી જીલ્લામાં જુદા જુદા 24 સ્થળોએ દેશી દારૂના દરોડા પાડી નવ મહિલાઓ સહિત 20 ને ઝડપી લીધા

અમરેલી,
અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓમાં દારૂ જુગાર જેવી બંદીને નેસ્ત નાબુદ કરવા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલિસને અપાયેલ સુચના મુજબ અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએથી ચાર વાહન ચાલકો સહિત સાત શખ્સોને પોલિસે ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવરાવી સરભરા કરી હતી. જેમાં બાબરા, ધારી, જાફરાબાદ મરીન, ચલાલા, મરીન પીપાવાવ, અમરેલી રૂરલ, સાવરકુંડલા રૂરલ, પોલિસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જયારે જીલ્લામાં જુદા જુદા 24 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી પોલિસે નવ મહિલાઓ સહિત 20 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં જાફરાબાદ, ચલાલા, મરીન પીપાવાવ, અમરેલી , ખાંભા, બાબરા, દામનગર , લીલીયા, ધારી, સાવરકુંડલા, રાજુલા, લાઠી અને અમરેલી રૂરલ પોલિસે કાર્યવાહી હાથ ધરી