ડબલ એન્જીનની સરકારમાં ત્રીજી કડી માણાવદરમાં ખૂટતી હતી આ વખતે એ પુરી કરી દો : ભાજપના ડો. માંડવિયા

ડબલ એન્જીનની સરકારમાં ત્રીજી કડી માણાવદરમાં ખૂટતી હતી આ વખતે એ પુરી કરી દો : ભાજપના ડો. માંડવિયા

જુનાગઢ,
કેન્દ્રીય આરોગ્યમંત્રી અને 11-પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા આજે માણાવદર વિધાનસભાના પ્રવાસે હતા. માણાવદર ના ગામડાઓમાં નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બનાવવા જબરદસ્ત કરન્ટ દેખાઈ આવતો હતો.માણાવદરના ગ્રામ્ય વિસ્તારની બેઠકોમાં ડો. માંડવિયાએ હતું કે દેશમાં ડબલ એન્જીનની સરકારમાં વિકાસ પૂરપાટે દોડી રહ્યો છે ત્યારે માણાવદરમા એક કડી ખૂટતી હતી તે આ વખતે જોડી દો,ફક્કડ સેવાધારી માણસ જેવા અરવિંદભાઈ લાડાણીને એક લાખ મતની લીડથી જીતાડી દો પછી જુઓ માણાવદર પણ વિકાસની ગતિ પૂરજોશમાં પકડશે,અને બીજી વાત એ કે નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં સરકાર જે કહે છે તે કાયમ કરે છે અને કામ કર્યા છે તેના આધાર પર જ આપનું સમર્થન માંગીયે છીએ આપ સૌ એવો સહયોગ આપશો એ વિશ્વાસ છે.તો વર્તમાન સાંસદ રમેશભાઈ ધડુકે કહ્યું હતું કે મનસુખભાઇ મારા કર્તા પણ ખુબ કાર્યદક્ષ છે સરકારમાં મંત્રી છે ફરી પાછા મંત્રી છે અને આપણુ ખુબ કામ થવાનું છે ત્યારે આપણે તેમની પાસે વટથી જઈ શકીયે એવી જીત આપવી છે અને મનસુખભાઇ અહીં ચુટણી લડવા આવ્યા નથી આપણે તેને લાવ્યા છીએ એટલે આપણી વધુ ફરજ બને છે કે એમને શોભે તેવી જીત આપીયે.