રાજુલા પાલિકા દ્વારા માસ મટનનાં વેપારીઓની ચાર દુકાનો સીલ કરાઇ

રાજુલા,
આઝાદી પછી પ્રથમ વાર મટનની દુકાનોને સીઝ લાગ્યું અંતે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવીરાજુલા નગરપાલિકા માં અવારનવાર રાજુલા શહેરના મધ્ય ભાગમાં જીવા ચોક વિસ્તારમાં માસ મટન વેચતા હોવાની ફરિયાદો આવતી હતી એ અનુસંધાને રાજુલા નગરપાલિકા દ્વારા વેપારીઓને મૌખિક તેમજ લેખિત નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ વેપારીઓ દ્વારા કોઈપણ જાતની કાળજી લેવામાં ન આવતા રાજુલા નગરપાલિકાએ છેલ્લી નોટિસ સોશિયલ મીડિયા તેમજ લેખિત મૌખિક આપવામાં આવી અને અંતિમ તારીખ 31.03.2024 આપવામાં આવેલી પરંતુ અંતિમ સમય બાદ પણ વેપારીઓ દ્વારા પોતાનો ધંધો ચાલુ રાખતા રાજુલા નગરપાલિકા દ્વારા આજે ચીફ ઓફિસર બોરડ ની સૂચનાથી રાજુલા પોલીસ બંદોબસ્ત સાથે આજે રાજુલા શહેરમાં જીવાબાપુ ચોકમાં ચાર દુકાનોને સીલ મારવામાં આવેલ ત્યારે ચીફ ઓફિસરે જણાવેલું કે જો હવે પછી આ કોઈપણ શહેરી વિસ્તારમાં આવી ઘટના બનશે તો કાર્યવાહી કરવાની ફરજ પડશે આજની આ કામગીરીમાં રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર એચ પી બોરડ તેમજ દીપકભાઈ તલાટી અજયભાઈ ગોહિલ કમલેશભાઈ વ્યાસ કમલેશભાઈ મહેતા પ્રભાતભાઇ જોશી ચંપૂભાઈ બસિયા યોગેશભાઈ ગોસ્વામી જયભાઈ પરમાર મહેશભાઈ ખુમાણ તેમજ સમગ્ર નગરપાલિકા સ્ટાફ તેમ રાજુલા પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલો હતો