અમરેલી જિલ્લામાં 5 વાહન ચાલકો સહિત 25 શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા

અમરેલી,
અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોઇ અનિછનીય બનાવ ન બને તે માટે અસામાજિક પ્રવૃતિઓને ડામવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરતપણે કાર્યવાહી આરંભી છે. અમરેલી જિલ્લામાં અમરેલી, અમરેલી રૂરલ, નાગેશ્રી, મરીન પીપાવાવ, ખાંભા, દામનગર, ચલાલા, જાફરાબાદ, સાવરકુંડલા, ધારી, લાઠી સહિત જુદાજુદા સ્થળોએ પોલીસ પાંચ વાહન ચાલકો સહિત 25 શખ્સોને ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી લઇ જેલની ખવડાવી સરભરા કરી હતી. જયારે જિલ્લામાં જુદા જુદા 12 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી 4 મહિલાઓ સહિત 11ને ઝડપી પાડયા હતાં. જેમાં દામનગર, બગસરા, ધારી, અમરેલી, બાબરા, લીલીયા, વંડા, સાવરકુંડલા રૂરલ, રાજુલા, અમરેલી રૂરલ, મરીન પીપાવાવ પોલીસે કાર્યવાહી કરી