ચાંચ બંદરનાં સાહસીક યુવાને કેદારનાથ પગપાળા પ્રવાસ ત્રણ મહિનાથી શરૂ કર્યો

ચાંચ બંદરનાં સાહસીક યુવાને કેદારનાથ પગપાળા પ્રવાસ ત્રણ મહિનાથી શરૂ કર્યો

રાજુલા,

રાજુલા તાલુકાના સાસ બંદર ગામ એટલે ઐતિહાસિક ગામ કહીએ તો ભાવનગર દરબાર નો ઉતારો હતો સાસ બંદર નો બંગલો અડીખમ ઊભો છે વસ્તીની વાત કરીએ તો 10,000 ઉપરાંત અગરિયાઓ બક્ષીપંચના લોકોની વસ્તી મીઠા ઉદ્યોગ સાથે તમામ સંકળાયેલા છે અને તાલુકામાં સાસ બંદર ગામ સુવિધામાં શ્રેષ્ઠ ગામ ના થાય રાજકીય વાત કરીએ તો અહીંના સેવાભાવી ભાજપ વિકાસ નામની સંસ્થા ચલાવતા કાનજીભાઈ ચોહાણે આજે જણાવ્યું સમય સાથે અમારા ગામના લોકો પણ તાલ મિલાયા મિલાવે છે મહિલાઓ પણ અભણ હોવા છતાં અહીંની બે વર્ષ પહેલા ભાવનગર થી અમદાવાદ મુંબઈ પ્લેનમાં બેસી આનંદ માણ્યો હતો તેમના ગામના સાહસિક યુવાન ગોરધનભાઈ ગુજરીયા જેવો આઠ ધોરણ પાસ અને પિતા ગોવર્ધનભાઈ હાલ અગરિયાઓનું કામગીરી કરે ત્યારે તેમનો ઉત્સાહી યુવાન 24 વર્ષના વિશાલભાઈ સાહસિકતા અને પ્રમાણિકતા અને નિડરતા એવાએ સંકલ્પ કર્યો હતો કે મારે બદ્રીનાથ કેદારનાથ દાદા દર્શન કરવા પગપાળા જવું છે અને આજથી 25 12 23 ના રોજ એટલે કે સાડા મહિના પહેલા સાસ બંદરથી બે જોડી કપડાં અને મોબાઈલ લઈ અને પગપાળા રવાના થયા હતા.આ અંગે આજે વિશાલભાઈ નો ફોન ઉપર સંપર્ક કરતા જણાવ્યું કે અયોધ્યા રામ મંદિરના દર્શન કર્યા તેમજ હરદ્વાર તથા ૠષિકેશ તથા ઉત્તર કાશી ઉત્તરાખંડ ગંગોત્રી યમનોત્રી તેમજ રસ્તામાં આવતા તમામ મંદિરોના દર્શન કર્યા હતા અને બદ્રીનાથ કેદારનાથ એક મહિનો અહીંથી ગંગોત્રી થી થાય છે ગંગોત્રી થી હું આજે રવાના પગપાળા થયો છે અને રસ્તામાં રોકાણ કરી એક એકાદ માસમાં બદ્રીનાથ કેદારનાથ ના મંદિર ખુલતા અને હું ત્યાં પહોંચી જઈશ અને બદ્રીનાથ કેદારનાથના દર્શન કરવાનું મારું સપનું પૂરું થશે હાલ હું ગંગોત્રી યમનોત્રી રસ્તામાં મારે ત્રણ મહિના જેટલો સમય થયો અને 20 થી 30 દિવસમાં હવે કેદારનાથના દર્શન પહોંચી જવાનું મારો સંકલ્પ છે 24 વર્ષના આ યુવાન વિશાલ ગોરધનભાઈ ગુજરીયા એ મજૂરી કામ કરતા હોવા છતાં આવું સાહસ કરી સમગ્ર પગપાળા હાલવામાં અમરેલી જિલ્લામાં કદાચ પહેલા હશે રાજુલા તાલુકાના સાત બંદર ગામના આ યુવાને સમાજનું ગૌરવ વધાર્યું એ બદલ અહીંના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી માજી સરપંચ કાનજીભાઈ માજી તાલુકા પંચાયતના પ્રમુખ હરસુરભાઈ ગુજરીયા ગોરધનભાઈ પણ અભિનંદન પાઠવ્યા