નાસતા ફરતા સ્કવોર્ડ તથા એલસીબીએ છેતરપીંડી તથા ચોરીના ગુનાના આરોપીઓને ઝડપી પાડયા

નાસતા ફરતા સ્કવોર્ડ તથા એલસીબીએ છેતરપીંડી તથા ચોરીના ગુનાના આરોપીઓને ઝડપી પાડયા

અમરેલી,
ભાવનગર રેન્જ આઇજીપી શ્રી ગૌતમ પરમાર દ્વારા ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ડિવીઝન વાઇઝ નાસતા ફરતા સ્કવોર્ડની રચના કરી આરોપીને પકડી પાડવા સુચના આપતા પોલીસ અધિક્ષક હિંમકરસિંહ દ્વારા આરોપીને પકડી પાડવા માર્ગદર્શન આપતા ના.પો.અધિ. ચિરાગ દેસાઇ દ્વારા નાસતા ફરતા સ્કવોર્ડની રચના કરી આરોપીને પકડી પાડવા સુચના આપતા પીએસઆઇ કે.એસ. ડાંગર અને સ્ટાફે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તોરણા ગામના નગીન ફુલાભાઇ પટેલ ઉ.વ.62ને સુરત ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપીને લાઠી પોલીસ સ્ટેશન બનાવટી દસ્તાવેજ તથા વિશ્ર્વાસઘાત અને છેંતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને અમરેલી ડિવીઝન નાસતા ફરતા સ્કવોર્ડે પકડી પાડી કાર્યવાહી કરી હતી. જયારે અમરેલી એલસીબીના પીઆઇ એ.એમ. પટેલ, પીએસઆઇ એમ.બી. ગોહિલ અને સ્ટાફે ખાંભા તાલુકાના રાયડી ગામ પાસે આવેલ પવનચકકીના કેબલ વાયરોની ચોરી કરનાર રાજુલા તાલુકાના રામપરા-2 ગામના ભોળા ઉનડભાઇ વાઘ તથા રાજુલાના અફજલ અલ્તાફહુસેન લાખાણીને કેબલ વાયર 44 કિ.ગ્રા. રૂા. 37,400 તથા હિરો સ્પ્લેન્ડર બાઇક રૂા.30,000 મળી કુલ રૂપિયા 67,400ના મુદામાલ સાથે ઝડપી લઇ ચોરીનો અનડિટેકટ ગુનો ડિટેકટ કરી પકડાયેલ આરોપી તથા મુદામાલ આગળની કાર્યવાહી થવા ખાંભા પોલીસ મથકને સોંપી આપેલ