ચલાલાનાં ખુનની કોશીશનાં ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

ચલાલાનાં ખુનની કોશીશનાં ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

ચલાલા,
ચલાલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-11193013240044/2024 થી આઇ.પી.સી. કલમ – 307, 323, 324, 506(2) તથા જી.પી. એક્ટ 135 નાં ગુનાનાં કામે આરોપી મહેશભાઇ ઉર્ફે મેનુભાઇ નાનજીભાઇ રાઠોડને અટેક કરતા ચલાલા શહેર તથા આજુબાજુનાં વિસ્તારમાં આ બનાવ લગત ચકચાર મચી જવા પામેલ હતો તેમજ એફ.આઇ.આરનાં સ્ટેજે મહેશભાઇ ઉર્ફે મેનુભાઇ નાનજીભાઇ રાઠોડની જામીન અરજી એડવોકેટ એમ.એચ.ચાવડા તથા કે.ડી. રાઠોડ તથા જે.એમ.દાફડાનાં દ્વારા દાખલ કરતા ફરિયાદી દ્વારા લેખીત વાંધા જવાબ સાથે જામીન નામંજુરની પુરતી રજુઆત કરેલ તેમજ ચલાલા પોલીસ દ્વારા પણ સોગંદનામા સાથે જામીન નામંજુરની રજુઆત કરેલ હતી પરંતુ આરોપી તરફે એડવોકેટ એમ.એચ.ચાવડા તથા કે.ડી.રાઠોડ તથા જે.એમ.દાફડાની ધારદાર દલીલ કરતા નામદાર ધારીના એડી. ડિસ્ટ્રીક્ટ જજ (શેખશ્રી) સમક્ષ આરોપીનાં વકીલશ્રીએ ધારદાર દલીલો રજુ કરેલ તેમજ આરોપીનાં વકીલશ્રીની દલીલો ગ્રાહય રાખી આરોપીને નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલ