પવનચક્કી સામે લાઠી બાબરાના ખેડુતોનું આવેદનપત્ર

અમરેલી,
અમરેલી જીલ્લાના ખાસ કરીને લાઠી બાબરા વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર રીતે નીયમો નેણે મુકીને પવનચક્કીઓ ખડકી દીધી છે એટલુ જ નહિ પવનચક્કીના કારણે લાઠી બાબરાના ખેડુતો પરેશાનીમાં મુકાયા છે. હાલ પાવર કંપનીઓએ ગેરકાદેસર બીજાની જમીનમાં 1500 જેટલા વિજપોલ ખડકી દીધા છે ખાસ કરીને સરકારી ખરાબાની અને ગૌચરની જમીનોમાં પણ પવનચક્કીઓ ઉભી કરી દેવાતા ખેડુતો ત્રાહીમામ પોકારી ગયા છે આ પ્રશ્ર્ને ઉકેલ લાવવા લાઠી બાબરાના ખેડુતોએ આજે અમરેલીમાં કલેક્ટર કચેરીએ જઈને સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યુ હતુ અને ખેડુતોને આ ત્રાસમાંથી મુક્ત કરવા રોષભેર માંગણી કરી હતી.આ પ્રસંગે લાઠી અને બાબરાના ખેડુતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રશ્ર્નનો ઉકેલ લાવવા માંગણી કરી હતી.આ અંગે માજી ધારાસભ્ય શ્રી વિજીભાઇ ઠુંમરે જણાવ્યું કે, ભાજપની સરકારે ખેડુતને ખોટા સપના બતાવ્યાં. હવે તે ઇનપુટ થાય છે. હું સાંસદ હતો ત્યારે 15 વર્ષ પહેલા 1500 રૂપિયા ભાવ હતો આજે 1400 કપાસનો ભાવ છે. આમ પરેશાની લોકોને છે. બાબરાનાં પવન ચક્કી મુદ્દે તંત્ર પણ હળીમળી ગયું લાગે છે. ડુપ્લીકેટ પવન ચક્કીઓ તો નથી ને? તેઓ સવાલ શ્રી ઠુંમરે કરી વધ્ાુમાં જણાવ્યું કે, હું ધારાસભ્ય હતો ત્યારે અનેક અનેક કામો ખાતમુહુર્તો કરેલા એ પછી હાલ ધારાસભ્યને કશુ મળતુ નથી. હરસુરપુરમાં પવન ચક્કી બંધ હતી તે પણ સરકારે ચાલુ કરાવી. ડુપ્લીકેટ ચાલે છે તેમા જીરૂ પણ ડુપ્લીકેટ પકડાયું છે. પવન ચક્કીનાં નામે ડુપ્લીકેટીંગ બંધ કરવામાં આવે અને ખેડુતોનાં પ્રશ્ર્ને ઉકેલ લાવવા માજી ધારાસભ્ય શ્રી વિજીભાઇ ઠુંમરે માંગ કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યું