અમરેલીમાં ગ્રામીણ ડાક સેવકોની ત્રીજા દિવસે પણ અવિરત હડતાલ

અમરેલી,
ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયનનાં આદેશ મુજબ અમરેલી હેડ પોસ્ટ ઓફિસ પાસે તા.12-12-23 થી અચોક્કસ મુદતની હડતાલ આજે તા.14-12નાં ત્રીજા દિવસે પણ સફળ રહી હતી. આ સાથે ગામડાની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ બંધ રહેલ છે અને તેમાં થતી કામગીરી વિધવા સહાય, પીએમ કિસાન નિધી, વીપી, સીઓડી, પાર્સલ, રજીસ્ટર, મની ઓર્ડર, જમા, ઉપાડ, વીમા, આર.ડી. વગેરે કામગીરી બંધ રહેતા ગ્રામ્ય લોકોને હાલાકી ભોગવવી પડી છે. પડતર પ્રશ્ર્નોની માંગણી સ્વિકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ અવિરત ચાલુ રહેશે. જેથી ગ્રામ્ય જનતાને વધારે પરેશાનીનો સામનો કરવો પડશે.