રાજુલાનાં હિંડોરણામાં વોશીંગ પ્લાન્ટ પાસે ટ્રકમાંથી ડિઝલ ચોરી કરનારને ઝડપી લીધો

અમરેલી,
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. સુ.આઇ.જે.ગીડા ની રાહબરી હેઠળ રાજુલા તાલુકાના હિંડોરણા ગામે કાતર જવાના રસ્તે રેતી વોશીંગના પ્લાન્ટની બાજુમા આવેલ ચામુંડા બોડી વર્ક્સ ગેરેજની સામે પાર્ક કરેલા અલગ અલગ ચાર ટ્રકોની ડિઝલ ટાંકી માથી આશરે 440 લીટર જેટલુ ડિઝલ જેની કિ.રૂ 40480/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઈ ગયેલ હોય જેથી ફરીયાદીની ફરીયાદ આધારે રાજુલા પો.સ્ટે ભાગ એ ગુ.ર.નં. 11193050230561/2023 ૈં.ઁ.ભ કલમ 379, 447 મુજબનો ગુન્હો તા.18/12/2023 ના કલાક 23/45 વાગ્યે જાહેર થયેલ હોય. અને નાસી ગયેલ આરોપીની ખાનગી બાતમીદારો મારફતે ચોકકસ બાતમી તથા ટેકનીકલ મદદ મેળવી ઉપરોક્ત ગુન્હાને અંજામ આપનાર આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમા પકડી પાડી 100 ટકા મુદ્દામાલ રિકવર કરી રાજુલા પોલીસ ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ છે.(પકડાયેલ આરોપીઓની વિગત-(1) શબીરશા ગરીબશા શેખ ઉ.વ.30 ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા બીડીકામદાર તા.રાજુલા જી.અમરેલી (કબ્જે કરેલ મુદ્દામાલની વિગત-(1) સદરહુ ગુન્હામા ચોરી થયેલ 440 લિટર ડિઝલ કિ.રૂ.40480/-(2) એક ટાટા કંપનીની મેજીક ગાડી છે જેના ર્ઇ્ં રજી નંબર ય્વ-18-છફ-4618 કિ.રૂ.50,000/- (પકડવાના બાકી આરોપીઓની વિગત-(1) દિનેશભાઇ મધુભાઇ બારૈયા રહે.છતડીયા તા.રાજુલા જી.અમરેલી (2) પ્રકાશભાઇ જાદવભાઇ બારૈયા રહે.છતડીયા તા.રાજુલા જી.અમરેલી (કામગીરી કરનાર અધિ.શ્રી તથા કર્મચારીઓઆ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર સુ. આઇ.જે.ગીડા તથા પો.સ.ઇ જી.એમ.જાડેડા તથા હિંડોરણા બીટ ઇન્ચાર્જ અના.હેડ કોન્સ. પારસભાઇ વિઠ્ઠલભાઇ તથા સર્વેલન્સ સ્કોડના અના. હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ તથા અના.હેડ કોન્સ. જયેન્દ્રભાઇ સુરગભાઇ તથા અના. હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ દ્વારા કરવામાં આવેલ