ભારત વિક્સિત રાષ્ટ્ર બનશે તેમાં શિક્ષણનો મોટો ફાળો હશે : શ્રી રૂપાલા

ભારત વિક્સિત રાષ્ટ્ર બનશે તેમાં શિક્ષણનો મોટો ફાળો હશે : શ્રી રૂપાલા

અમરેલી,

બાબાપુર સ્થિત પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાલયનો 16મો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો.ઉલ્લેખનીય છે કે, જવાહર નવોદય વિદ્યાલય થકી દેશમાં શિક્ષામાં ઉત્કૃષ્ટ રીતે આમૂલ પરિવર્તન આવ્યું છે. આ વિદ્યાલયમાં શિક્ષા, કૌશલ્ય નિર્માણની સાથે સાથે રમત-ગમત પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓનું સર્વાંગીય ઘડતર કરવામાં આવી રહ્યું છે. ડિજિટલ અને સ્માર્ટ ક્લાસની મદદથી વિદ્યાર્થીઓ ગુણવત્તાલક્ષી શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે.કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ, બાબાપુર જવાહર નવોદય વિદ્યાલયના 16મા વાર્ષિક કાર્યક્રમમાં જણાવ્યુ કે, વર્ષ 2047માં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે તેમાં શિક્ષણનો ખૂબ મોટો ફાળો હશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાબાપુર જવાહર નવોદય વિદ્યાલયને પીએમ શ્રી સ્કૂલનો દરજ્જો આપવામાં આવ્યો છે એ બદલ આપણે સૌ પ્રધાનમંત્રીશ્રીના આભારી છીએ.વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યુ કે, જી-20 નેતૃત્વ સમયે વડાપ્રધાનશ્રીએ દુનિયાને ’વસુધૈવ કુટુંબકમ’નું સૂત્ર આપ્યું, આજે સમગ્ર દુનિયા આ સૂત્રને આત્મસાત કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં શરુ કરવામાં આવેલ ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને સરકારની એક અભૂતપૂર્વ છે.કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ, જવાહર નવોદય વિદ્યાલય-અમરેલીના કેમ્પસની શિક્ષા પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને વિદ્યાલયમાં ચાલતી ઉમદા શિક્ષા પ્રવૃત્તિઓ માટે શાળાને, વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓનું અને વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને, મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વાર્ષિક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ બાબાપુર જવાહર નવોદય વિદ્યાલયના વાર્ષિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ નૃત્ય, લોકસંગીત અને લોકગીત સહિતની વિવિધ સાંસ્કૃતિક કૃત્તિઓ નિહાળી હતી. બાબાપુર જવાહર નવોદય વિદ્યાલયના વાર્ષિક કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, કર્મચારીગણ સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા