અમરેલી જિલ્લામાં 200 સ્થળોએે કેમેરાથી નેત્રમની વોચ શરૂ

અમરેલી,
અમરેલીના એસપીશ્રી હીમકરસિંહ દ્વારા અસામાજીકોની ઉપર કાયમી ધોરણે તીસરી આંખ ગોઠવી દેવાઇછે.
હોલીવુડની ફીલ્મોની જેમ આપણા પોલીસ તંત્ર પાસે પણ હવે એક કી.મી. રેન્જ અને ઓટો ડીટેકશન સીસ્ટમ સહિતના કેમેરાથી સજજ કંટ્રોલ રૂમ શરૂ છે જેને પોલીસે નેત્રમ એવુ નામ આપ્યું છે અમરેલી જિલ્લામાં 200 સ્થળોએ 500 ઉપરાંતના કેમેરાથી નેત્રમની વોચ શરૂ થઇ છે.સીસીટીવી કેમેરાથી અમરેલી જિલ્લાના લીલીયા,બાબરા, વડીયા,ધારી,બગસરા સહિતના તાલુકાઓને જોડી દેવાયા છે અને રાજુલા તથા સાવરકુંડલા પંથકમાં કામગીરી શરૂ છે આ કેમેરાનો લાભ એ છે કે સડકો ઉપર અકસ્માત કરી નાસી ગયેલા એકસો ઉપરાંતના લોકોને શોધી અને કેસ સોલ્વ કરાયા હતા તેમા કેમેરા મદદરૂપ થયાહતા અને એ ઉપરાંત્તકેમેરાને કારણે અનેક ગુના ડીટેકટ થયા છે તથા લોકોની ખોવાયેલી વસ્તુઓ પણ પરત મળી છે.આ અંગે અવધ ટાઇમ્સને વિગતોઆપતા એસપીશ્રી હિમકરસિંહે જણાવેલ કે, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, બોટાદ, રાજકોટ મળી પાંચ જિલ્લામાંથી થતી તમામ એન્ટ્રી અને એકઝીટ ઉપરાંત તમામ હાઇવે ઉપર સીસી ટીવી કેમેરા લગાવી દેવાયા છે જેમનું અમરેલી નેત્રમ સાથે લીન્કઅપ કરાયું છે અમરેલી જિલ્લાની 20 ચેક પોસ્ટ સહિત નેત્રમની દરેક જગ્યાએ આંખ ખુલ્લી રહે છે અને હજુ પણ એકસો જેટલા સ્થળોને આઇડેન્ટીફાય કરાયા છે જ્યા કેમેરા લાગવાના છે.અહી આધ્ાુનિક કંટ્રોલરૂમમાં અંગ્રેજી ફીલ્મોની જેમ જ સતત મોનીટરીંગ થાય છે એટલુ જ નહી પણ એસપી કચેરી પાસે આવેલ નેત્રમનું પણ સીધ્ાુ ગાંધીનગર જોડાણ હોયત્રણસોકીલોમીટર દુર ગાંધીનગરથી પણ પોલીસ અને ગૃહ વિભાગ અહી થતી દરેક ગતિવિધિથી વાકેફ રહી શકે છે.