રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલના પોણા પાંચ કરોડ બાકી 25 ટીમો ઉઘરાણી માટે તાટકી બિલ ન ભરનાર ના 75 કનેક્શન કાપ્યા

અમરેલી જિલ્લા અધિક્ષક ઇજનેર શ્રી સોમાણી પીજીવીસીએલ અધિકારીની સુચના મુજબ આજે સવારે સાવરકુંડલાના કાર્ય પાલક ડામોર ની ના માર્ગદર્શન તળે રાજુલાના નાયબ કાર્યપાલક બલાઈ ના સાનિધ્યમાં ટીમો સાથે લઈ આજે વિવિધ જિલ્લાની ઓફિસોના પીજીવીસીએલના સ્ટાફની 25 જેટલી એટલે 100 માણસ ઉપરના કર્મચારીઓ 25 ગાડી લઈ અને રાજુલામાં હાલ પોણા પાંચ કરોડ રૂપિયા ગ્રાહકો પાસે બાકી છે આવા બાકીદારો ની સંખ્યા 8000 હોવાથી ટીમ દ્વારા આજે 80 જેટલા કનેક્શન સ્થળ ઉપર કાપવામાં આવ્યા હતા અને શ્રી રાજુલાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી બલ્લાઈએ જણાવ્યું કે જે લોકો પાસે પૈસા હોવા છતાં અમુક ભરતા નથી તેમજ વરસ વરસ દિવસથી ન ભરેલ હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી કરી કે પોલીસ સાથે લઈ અને આવતા અઠવાડિયામાં ફરી  વસુલાત માટેની વધારેમાં વધારે ટીમો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વસૂલાત માટે આવશે જેથી તાત્કાલિક ધોરણે પૈસા ભરવામાં આવે બોર્ડના માણસ કનેક્શન કાપવા માટે આવતા હોય અને માલિક બહાર હોવા છતાં ફરજિયાત કનેક્શન કાપવામાં આવશે જેથી બહાર જતા પહેલા પોતાનું કનેક્શનના પૈસા ભરી જવા જેથી ગ્રાહક બહાર ગયા હોય અને કનેક્શન કાપવું પડે તેવું ન બને તે માટે તાત્કાલિક પૈસા ભરવા તેમ નાયબ કાર્યપાલક ઇજનેર બલાઈની યાદીમાં જણાવેલ કે આમ રાજુલામાં રિકવરી માટે કડક સુચના હોવાથી સામાન્ય માણસ દુકાનદાર કે નાના ઉદ્યોગકારો કોઈને પણ બાકી પૈસા હશે તો કનેક્શન આપવામાં આવશે તેની જાહેર નોંધ લેવી હવે અઠવાડિયામાં રિકવરી માટેની ટીમો આવે તે પહેલા પૈસા ભરી જવા માટે પીજીવીસીએલના અધિકારીઓની સૂચના આપવામાં આવી છે