અમરેલીમાં દિપડા એ વાછરડીનું મારણ કર્યુ

અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલ પટેલ સંકુલ નજીક ગંગાનગર વિસ્તારમાં રાત્રીના 2:30 વાગ્યા આસપાસ દિપડો આવી ચડતા વાછરડીનું મારણ કરી જયાફત ઉડાવી હતી. આમ ભરચક રેસીડેન્સલ એરીયામાં પછી દિપડાના નીશાનો પણ મળી આવ્યા છે.મારણના પગલે સવારે લોકોમાં પણ અનેક જાતની ચર્ચાઓ જાગી હતી અને ભયનો માહોલ છવાયો હતો.