અમરેલીના લાલાવદરની સીમના કુવામાંથી મામા-મામી અને ભાણકીની લાશ મળી

અમરેલીના લાલવદર અને ચક્કરગઢના સીમાળે આવેલ વાડીના કુવામાંથી આલીશાપુર રીછવી ગામના મુકેશ દેવસીયા અને તેની પત્ની ભુરી દેવસીયા તથા આઠ વર્ષની ભાણકી જાનુની લાશો મળી આવી હતી.ચણાનું ભાગ્યું રાખેલ વાવેતર વાળા કુવામાં લાશ તરતી જોવા મળતા લાલાવદર અને ચક્કરગઢના સરપંચને જાણ કરાતા તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ તરત જ ઘટના સ્થળે પહોચી ગઇ હતી આ બનાવ અંગે એસ.પી.શ્રી હિંમકરસિંહ એ પણ બનાવ સ્થળની મુલાકાત લઈ જરૂરી વિગતો મેળવી હતી. તાલુકા મેજીસ્ટ્રેટની ઉપસ્થિતીમાં પંચનામું કરી ત્રણેય લાશોને પી.એમ. માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.આ બનાવ અંગેનું કારણ બહાર આવ્યું નથી આ બનાવ અક્સ્માત, આત્મહત્યા કે હત્યાનો છે ? તેની પોલીસ તપાસ કરી રહી છે.