વડીયાના બરવાળા બાવળ ગામે વૃદ્ધાને આખલાએ હડફેટે લીધા

વડિયા,
વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે આંબેડકર નગરમાં રહેતા 85 વર્ષીય નાથીબેન પડાયા ઘરેથી બહાર નીકળતા હેઠવાસો નાખવા જતા સર્જાઇ દુર્ઘટના બની હતી. આખલાએ હડફેટે લેતા વૃદ્ધાને શરીરે પેટ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રથમ વડીયા બાદ જેતપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. મોટા શહેરો થી લઇ નાના ગામડાઓમાં આખલાઓના આતંકની ઘટનામાં વધુ એક થયો ઉમેરો હતો. વૃધાને પેટના ભાગે ગંભીર ઇજાઓ થતા જેતપુરથી જૂનાગઢ રીફર કરાયા .