અમરેલી બન્યું અવધ : જિલ્લો સ્વંયભુ બંધ : સર્વત્ર આનંદ

અમરેલી,
અયોધ્યામાં રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને પગલે અમરેલીએ પણ નવીનવેલી દુલ્હનની જેમ સોળેશણગાર સજી ભગવાનશ્રી રામના વધામણા કર્યા હતાં. અમરેલીના વેપારીઓએ પણ સ્વંયભુ ધંધા રોજગાર બંધ રાખી પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. અમરેલી શહેરમાં ઠેર ઠેર ધજા પતાકા, કમાનો, ફલ્ટો સાથે ઠેર ઠેરથી ભગવાનશ્રીરામની વિરાટ શોભાયાત્રાઓ નિકળી હતી તેમાં રામ ભકતો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. શહેરના રામજી મંદિરે ડાયાબિટીશ કેમ્પ સાથે રકતદાન કેમ્પ યોજી લાઇવ પ્રસારણ નિહાળવા વ્યવસ્થા ગોઠવી હતી. શહેરના હઠીલા હનુમાન, નગાનાથ મંદિર રૂપમ નજીક એલઆઇસી ઓફિસ પાસે હનુમાનજી મંદિરે તથા તમામ મંદિરોમાં મહાઆરતી પ્રસાસ, યજ્ઞ, પુજન અર્ચન, સહિત કાર્યક્રમો યોજાયા હતાં. અને લોકો રામમય બન્યા હતાં. દિવસભર અનેરો ધાર્મિક માહોલ જોવા મળ્યો