ધારી-અમરેલી પંથકને ધુ્રજાવતો પ્રચંડ ભેદી વિસ્ફોટ

અમરેલી,
અમરેલી જિલ્લાના ધારી અને અમરેલીના ગામડાઓમાં આજે બપોરે બાર વાગ્યાના અરસામાં પ્રચંડ ભેદી ધડાાકાએ સૌને દોડતા કરી દીધા હતા.
આ અંગે મળતા અહેવાલો અનુસાર આજે બપોરના બાર વાગ્યા આસપાસ સરંભડા અને આસપાસના ગામમાં મોટો ધડાકો થયો હતો જેને કારણે મકાનો પણ ધ્રુજી ગયા હતા તેમ સરંભડાથી શ્રી મોટાભાઇ સવંટે અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ તેમણે જણાવેલ કે માળીલા,બાબાપુર, મેડી, તરવડા,મોટા માંડવડા, ટીંબલા અને છેક જાળીયા સુધી આ અવાજ સંભળાયો હતો.દરમિયાન ધારીથી અવધ ટાઇમ્સના પત્રકાર ઉદય ચોલેરાનો અહેવાલ જણાવે છે કે,બપોરના સમયે ધારી શહેરમાં ભેદી ધડાકો સંભળાયો હતો. આ ધડાકો તિવ્ર હોવાને કારણે ધારી શહેરમાં લોકોને ધ્રુજારીનો અનુભવ થયો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધારીમાં આ અવાજ સંભળાયો હતો અને તેની ઉતર પુર્વ તરફ અવાજ આવ્યો હતો જેથી ધારી-અમરેલી અને બગસરાની વચ્ચે જમીનમાં કોઇ ભૌગોલિક ફેરફારને કારણે આ અવાજ આવ્યો હોવાનું માની શકાય છે.કારણ કે અહી ધારી કે અમરેલીમાં કોઇ પણ પ્રકારનો ભુકંપ નોંધાયો નથી બપોરે અઢી વાગ્યે રાજકોટમાં એક પોઇન્ટ એકની તિવ્રતાનો હળવો ભુકંપ નોંધાયો .