કોંગ્રેસમાં વરરાજો નક્કી નહી, પણ અણવર બનશે શ્રી પરેશ ધાનાણી

અમરેલી,
હવે ભાજપમાં કોણ લડશે અને કોંગ્રેસમાં કોણ લડશે તેની ચર્ચા વચ્ચે કોંગ્રેસમાં વરરાજો નક્કી નથી પણ અણવર શ્રી પરેશ ધાનાણી બનશે તેવો સ્પષ્ટ સંકેત આપ્યો છે.ગત લોકસભાનો જંગ લડેલા શ્રી પરેશ ધાનાણીએ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં લોકસભાનાં જંગમાં પોતે લડવાના ન હોવાનું અને કોંગ્રેસના જે ઉમેદવાર આવે તેને લડાવવાના હોવાનું સ્પષ્ટ કર્યુ હતુ.જો કે ઘણા સમયથી રાજકીય રીતે શ્રી પરેશ ધાનાણી આ વખત પુરતા ચૂંટણી ન લડવાના હોવાની ચર્ચા ચાલતી હતી આ અંગે તેમનો સંપર્ક કરતા શ્રી પરેશ ધાનાણીના કથન મુજબ જો તે આ જંગ ન લડે તો હવે કોંગ્રેસ પાસેના બાકી રહેતા ચાર ચહેરામાં ચિત્ર સ્પષ્ટ બનશેશ્રી ધાનાણીએ જણાવેલ કે, કોંગ્રેસમાં ઉમેદવાર ભલે હોય અનેક પણઅણવરનું નામ રહેશે એક જ તેમ જણાવતા રાજયના પુર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ફાઇટર અને રાષ્ટ્રિય આગેવાન શ્રી પરેશ ધાનાણીએ અવધ ટાઇમ્સ સાથે સીધીને સટ વાત કરી હાલમાં પોતે લડવાના નહી પણ લડાવવા હોવાનું જણાવેલ છે.હવે કોંગ્રેસ પાસે શ્રી વીરજીભાઇ ઠુમ્મર,શ્રી જેનીબેન ઠુ્મ્મર,શ્રી પ્રતાપ દુધાત અને જો ઘરવાપસી ન કરે તો પુર્વ ધારાસભ્ય શ્રી અંબરીષ ડેર ના નામો રહે છે સીવાય કે કોંગ્રેસ બીન પટેલ અને પુર્વ જિલ્લા પ્રમુખો શ્રી ઠાકરશીભાઇ મેતલીયા, શ્રી ડીકે રૈયાણી, શ્રી પંકજ કાનાબાર કે શ્રી શંભુભાઇ દેસાઇ અથવા શ્રી અર્જુન સોસા વીગેરેના નામોની પેનલ બનાવી વિચારણા