અમરેલીમાં સીટીપીઆઇ શ્રી ડી.કે.વાઘેલાની ટીમ ત્રાટકી : દારૂ ભરેલી મારૂતી કાર ઝડપાઇ

અમરેલી,
અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે.વાઘેલાની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ ચોક્ક્સ બાતમી હકિકત આધારે વોચમાં રહી અમરેલી શહેરનાં સુળીયાટિંબા વિસ્તારમાંથી એક ઇસમને ફોરવ્હિલ ગાડી તથા પ્રોહીબીશન લગત મુદ્દામાલ સાથે અજયગીરી ઉર્ફે અજુ ભરતગીરી ગોસાઇને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી અમરેલી સીટી પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી અમરેલી સીટી પો.ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા તથા એન.બી.ગોહીલ, સંજયભાઇ બાબુભાઇ મારૂ, બુધાભાઇ જસાભાઇ દિહોરા, સલીમભાઇ હનીફભાઇ ભટ્ટી, ચિંતનકુમાર કનૈયાલાલ મારૂ, વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા 2એ જયદેવસિંહ અમરસિંહ ગોહિલ તથા 120 હિમાલયભાઇ રમેશભાઇ કાલાવડીયા દ્વારા કરવામાં આવેલ