અમરેલી જિલ્લામાં ઠેર ઠેર સિંહ દિપડાનાં આંટાફેરા

રાજુલા,
અમરેલી જિલ્લામાં અવાર નવાર માનવ વસાહતમાં સિંહ અને દિપડાનાં આંટાફેરા સહજ થઇ ગયા છે અમરેલી નજીક સિંહ અને દિપડા આવી ચડયા છે અને અવાર નવાર દિપડા દ્વારા હુમલાનાં બનાવ પણ બને છે તો ટ્રેનમાં કપાઇ જવાના પણ બનાવો બનતા હોય 2 દિવસથી સિંહો ટ્રેક ઉપર આવી જવાની ઘટનામાં વનવિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરતા સિંહનો બચાવ થયો છે રેલવે ટ્રેક ઉપર સ્ટોન નંબર 16/4 પાસે સિંહ ફેંસિંગ ઉપર છલાંગ લગાવી ટ્રેક ઉપર પ્રવેશ્યો આ દરમ્યાન રેલવે સેવક હાજર હોવાને કારણે આગળના ફેંસિંગ ગેટ ખોલાવી સિંહને તાત્કાલિક બહાર કઢાયો અને સુરક્ષિત રીતે સિંહને બચાવવામાં ગ્રાઉન્ડ ઉપરના રેલવે સેવકોને સફળતા મળી હતી તેવી જ રીતે ધાતરવડી નદી બાજુથી 47 નંબરનું નાળુ ક્રોસ કરી રેલવે ટ્રેકથી દૂર એક સિંહને ટોરેન્ટ વિસ્તારમાં સુરક્ષિત ખસેડવામાં આવ્યો હતો આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ હોવાને કારણે અવાર નવાર ફેંસિંગ ઉપર છલાંગ લગાવી ટ્રેક ઉપર આવી જવાની ઘટનાઓ વધી રહીછે તેમ છતાં વનવિભાગના કર્મચારીઓ દ્વારા તેમને બચાવવા વધુ ટીમો સક્રિય થઈ છે આ ઇન્ચાર્જ એસીએફ જી.એલ.વાઘેલા, રાજુલા રેન્જ આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડની ટીમના આઈ.વી.ગોહિલ,રેલવે સેવક ભોળાભાઈ,ભાવેશભાઈ,પથુભાઈ,મહેન્દ્રભાઈ, રામભાઈ,સુરેશભાઈ, ભીમભાઈ, આલકુભાઈ દ્વારા સિંહને રેલવે ટ્રેકથી દૂર ખસેડી બહાર સુરક્ષિત કાઢવામાં સફળતા મળી છે.આ ઉપરાંત રાજુલા શહેરમાં છતડીયા ગામ નજીક રામ કૃષ્ણ નિર્મણાધીન હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે આ થોડા દિવસ પહેલા બીજા માળે બિલ્ડીંગ ઉપર દીપડો રૂમમાં ઘુસી જતા ટ્રસ્ટીઓ દ્વારા વનવિભાગને જાણ કરતા દીપડો રૂમ માંથી નાસી છૂટી ભાગી ચુક્યો હતો ત્યારબાદ ઘટનાની ગંભીરતા લઈ વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવ્યા બાદ પણ દીપડો અહીં અવર જવર કરતો હતો જેના કારણે હોસ્પિટલમાં કામ કરતા લોકો અને સ્થાનિકોમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો આજે રાજુલા રેંજના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડની ટીમ દ્વાર દીપડાને પાંજરે પુરી દેવામાં સફળતા મળી હતી જેના કારણે સ્થાનિક લોકો દ્વારા રાહતનો શ્વાસ લીધો છે શ્રી વિપુલ લહેરીએ જણાવ્યું આ હોસ્પિટલમાં દીપડો ઘુસી ગયો હતો અમે લોકોએ વનવિભાગને જાણ કરી હતી અને વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી રાતભર વનકર્મીઓ અહીં દીપડાને પાંજરે પુરવા દોડાદોડી કરી રહ્યા હતા આજે દીપડો પાંજરે પુરી વનવિભાગ અહીંથી દીપડાને લઈ ગયા છે.અમરેલીનાં રંગપુર, પીપળલગ અને શેત્રુંજીના કાંઠા પાસે સિંહ અને દિપડાનાં વાવડથી લોકોમાં ડર ફેલાયો છે અને વનતંત્રને પણ દોડા દોડી વધી