બગસરામાં પરિણીતાને તેડવા જવા પ્રશ્ર્ને બે જુથ વચ્ચે મારમારી

અમરેલી,
બગસરા હુડકો વિસ્તારમાં અકીલભાઇની પત્ની રેશ્માબેન પિયરમાં શિસામણે હોય. તેમની તેડવા સમાધાન કરવા મેમુદાબેન યુનુસભાઇ મેતર ઉ.વ.55 તથા તેમના કુટુંબના સભ્યો જીકરભાઇ ગફારભાઇ મોરવાડીયાના ઘરે ગયેલ તે વખતે સમાધાન ન થતાં ઇમરાન જીકરભાઇ, જીકર ગફારભાઇ, હમીદાબેન જીકરભાઇ, રેશ્માબેન જીકરભાઇ, દાદુ ગફારભાઇ મોરવાડીયા રહે. બગસરા તથા સકુર રહે. વડીયાવાળાએ એક સંપ કરી અકીલભાઇ તથા ઇકબાલભાઇને ધકકો મારી પછાડી દઇ બાજુમાંથી લાકડાના પાટીયાનો ઘા મારી અકીલભાઇને મોઢા ઉપર તેમજ વાસામાં ઇજા કરી જીકર તેમજ હમીદાબેને મેમુદાબેનને ઢીકાપાટુનો મારમારી દાદુએ તલવાર કાઢી અન્યોએ યુનુસભાઇને ઢીકાપાટુનું મારમારી રજીયાબેન બચાવવા વચ્ચે પડતા દાદુ તેમજ સકુરે ઢીકાપાટુ વડે મારમારી ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે રેશ્માબેન અકીલભાઇ મેતર ઉ.વ.28 પિયરમાં રિસામણે હોય. તેમને તેડવા અને સમાધાન કરવા રેશ્માબેન તથા અન્યો અકીલ યુનુસભાઇ મેતરના ઘરે ગયેલ તે વખતે સમાધાન ન થતાં અકીલ યુનુસભાઇ, યુનુસ સુલેમાનભાઇ, મેમુદાબેન યુનુસભાઇ, ઇકબાલ ભીખુભાઇ વાડુકડા, આફતાબ ઇકબાલભાઇ વાડુકડા રહે. અમરેલી તથા રાજબાઇબેન સતારભાઇ અને સતારે ઢીકાપાટુ વડે મારમારી ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ