મિતીયાળામાં સ્ટે આવી જતા બંધારાનું કામ અટકયું

રાજુલા,
જાફરાબાદના મિતીયાળામાં બંધારો બનાવવા ડિઝાઇન સાથે વહીવટી મંજુરી અપાઇ ગઇ અને 18 વર્ષ પુરા થઇ ગયા છતાં 30 કરોડના ખર્ચે બનનાર બંધારાનું કામ અટકયું છે. હાલ ડિઝાઇન અને વહીવટી પ્રક્રિયા પણ પુર્ણ થઇ ગઇ છે. 1200 વિઘા સરકારી પડતર અને અન્ય જમીનોનો કબજો સિંચાઇ વિભાગે લઇ લીધો છે. પણ બે ખેડૂતને કારણે 10 ગામના લોકો પરેશાન છે. 10 ગામના લોકોને આ બંધારો બને તો 1500 હેકટર જમીનને સિંચાઇનો લાભ મળે તેમ છે. આ કામગીરી છારઅંકુશ વિભાગ નીચે આવે છે. અને કાર્યપાલક ઇજનેર શ્રી જીંજાળાએ લેખિતમાં આપેલ છે કે બે જણાના વાંકે બંધારો અટકી ગયો બન્ને વ્યકિતને લીઝ 2018માં પુર્ણ થઇ ગઇ છતાં કલેકટર સામે સ્ટે લાવી કામ અટકાવ્યું છે. આ પ્રશ્ર્ન હલ તેવી 10 ગામના લોકોની માંગણી છે. જો બંધારો બન્ને તો ભટ્ટવદર, કાગવદર, સોરવડા, બાલાની વાવ સહિત 10 ગામોને સિંચાઇનો પાણીનો પ્રશ્ર્ન હલ થાય તેમ છે. ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી તથા આગેવાનોની રજુઆત ધ્યાને લઇ બંધારાાનો નિર્ણય રાજય સરકારે લીધો હતો. બંધારાના સ્થળ પર ડુબમાં આવતા મીઠાના નાના અગરીયાઓની લીઝ રદ કરવા અને કાર્યવાહી કરવા અંગેની રજુઆત કાર્યપાલક ઇજનેર છારઅંકુશ વિભાગ ભાવનગરના પત્રથી અમરેલીના કલેકટરને જાણ કરાઇ હતી. તે ડુબાણમાં આવતી લીઝ રિન્યુ ન કરી રદ કરવા મહેસુલ વિભાગ ગાંધીનગરને પણ ભલામણ કરી છે. બંધારો બાંધવા માટે ડ્રીલીંગ અને ભુસ્તરીય અનવેષણ કામગીરી પુર્ણ કરી દરખાસ્ત આકરી કરવામાં આવેલ છે. જેમાં રૂપિયા 30 કરોડ 24 લાખની રિવાઇઝ વહીવટી મંજુરીની દરખાસ્ત મુકી છે. આ અંગે નિર્ણય લેવા આ વિસ્તારોના સરપંચોમાંથી માંગ ઉઠી