બાબરા શહેરમાંથી વિદેશી દારૂની 490 બોટલ ઝડપાઇ

અમરેલી,
બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.એસ.કુગસીયાની રાહબારી હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એ.એમ રાધનપરા તેમજ અના એ.એસ.આઇ જે.આર,હેરમાં તથા હેડ.કોન્સ આર.જી.રાઠોડ તથા પો.કોન્સ મહાવિસરિહ બી સિંધવ તથા આ.પો.કોન્સ ગોકળભાઈ મખાભાઈ રાંતડીયા તથા પો.કોન્સ હસમુખભાઇ શીવાભાઈ ચૌહાણ એ રીતેના બાબરા પો.સ્ટેના નાઈટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે બાબરા થી દરેડ તરફ જતા રોડ નજીક આવેલ મેરામભાઈ હાથીભાઇ વાળાની વાડીમાં આવેલ ઝુપડામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની હકિકત મળતા સાથેના સ્ટાફને હકિકત થી વાકેફ કરી હકિકત વાળી જગ્યાએ જઈ રેઇડ કરતા નીચે મુજબનો મુદામાલ તથા આરોપી મેરામભાઈ હાથીભાઇ વાળા રહે.અમરાપરા તા.બાબરા જી.અમરેલી, (2) ઉદયભાઇ બાબભાઇ ધાંધલ રહે નીલવડા તા.બાબરા જી.અમરેલીને પકડી પાડેલ છે જ્યારે કિશન હરેશ દવે રે.બાબરા વાળાને પકડી પાડવા તજવીજ હાથ ધરી