રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી કે.જી.મૈયાને પ્રસંશાપત્ર એનાયત કરાયું

રાજુલા,
અમરેલી એસ.પી. હિમકરસિંહનાઓ દ્વારા અમરેલ જિલ્લાના ડુંગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અધિકારી. પીએસઆઇ કે.જી. મૈયા ની વિશેષ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો આવતાની સાથેજ લોકો ને પડતી મુશ્કેલીઓ નું તાત્કાલીક ધોરણે નિવારણ લાવી લોકો ની સુખા કારી જીવન માટે હંમેશા તત્પર નિવારણ લાવનાર પી.એસ.આઈ પીએસઆઇ કે.જી. મૈયા ને પોલીસ અધિક્ષક અમરેલી હિમકર સિંહ નાઓ દ્વારા (01/2024)વર્ષ દરમિયાન પોલીસ વિભાગમાં ખૂન, લુંટ, ચોરી, ઘરફોડ ચોરી, અપહરણ/બળાત્કાર, જેવાં ગંભીર ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની સારી અને ઉત્તમ કામગીરી કરવા બદલ ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં પીએસઆઇ કે.જી. મૈયા ને પ્રશંસાપત્ર પાઠવીને કામગીરી બિરદાવવામાં આવી તેમજ ભવિષ્યમાં પણ સારી કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપીને ઉત્સાહ વધારવામાં આવ્યો,