અમરેલીમાં અનેક આગેવાનોએ કેસરીયા કર્યા

અમરેલી,
અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા ના કર્તવ્યમ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સીઆર પાટીલની ઉપસ્થિતિમાં શ્રી કૌશિકભાઈ વેકરીયાની સામે અમરેલી વિધાનસભા મતવિસ્તારમા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા રવિભાઈ ધાનાણી સહિત અમરેલી વિધાનસભા લાઠી વિધાનસભા સાવરકુંડલા વિધાનસભા બાબરા શહેર તથા ધારી વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના 1ર્5 થી વધારે તથા કોંગ્રેસના 60 થી વધારે કાર્યકર્તાઓ તથા આગેવાનોએ તેમજ મહિલા આગેવાનોએ વિકાસની રાજનીતિમાં પોતાનું અનુદાન આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે તેમજ ભાજપ નો કેસ ધારણ કર્યો હતો. આપના પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી શ્રી રવિ ધાનાણી, શ્રી શરદ મકવાણા, શ્રી જગદીશ વ્યાસ, શ્રી રવિભાઇ બસીયા, શ્રી કેવીનભાઇ ગજેરા, શ્રી ઘનશ્યામભાઇ હિરપરા, શ્રી હેમંતભાઇ ખાટરીયા, શ્રી શ્યામભાઇ સોલંકી, શ્રી કુલદીપભાઇ વાળા, શ્રી સુરેશભાઇ વાળા, શ્રી સતિષભાઇ વડાલીયા, શ્રી કિશોરભાઇ કોરાટ, શ્રી વિપુલભાઇ આહીર, જાબાળ સરપંચ શ્રી જયદીપભાઇ ખુમાણ, હાથસણી સરપંચ શ્રી રમેશભાઇ ગોહિલ, મિતીયાળા સરપંચ શ્રી મનસુખભાઇ મોલાડીયા, ધજડી સરપંચ શ્રી ભરતભાઇ ધડુક, શ્રી ભરતભાઇ વ્યાસ, શ્રી અશ્ર્વિનભાઇ સાકરીયા બાબરા, શ્રી ભુપતભાઇ સાકરીયા, શ્રી રાજુભાઇ માલધારી, શ્રી ભુપતભાઇ અકબરી, શ્રી ભરતભાઇ સાકરીયા, શ્રી અશ્ર્વિનભાઇ પાનસુરીયા, શ્રી ભુરાભાઇ કાકડીયા લાઠી, શ્રી હિંમતભાઇ કાકડીયા સહિત નાના રાજકોટનાં 15 આગેવાનો, બાબરાનાં 9 આગેવાનો, કોંગ્રેસનાં 17 આગેવાનો અને એ ઉપરાંત આપના અને અન્ય મળી 77 કાર્યકરોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા લાઠી ના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા સહિતના મુખ્ય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપ પક્ષમાં જોડાયા