કોપર પ્લાન્ટ સામે રેલી, સમર્થનમાં પણ બેઠક મળી

રાજુલા,
રાજુલા જાફરાબાદ વચ્ચે લોઠપુર ગામ નજીક આવી રહેલ કોપર કંપનીના કારણે પર્યાવરણ સહિત સ્થાનિકોને નુકસાન જવાની ભીતિ હોવાને કારણે કેટલાક સંગઠન સંસ્થાના લોકો વિરોધનો સુર ઉઠાવ્યો છે આવતી 13 તારીખ લોઠપુર ગામ નજીક સુનાવણી હોવાને કારણે ખેડૂતો સહિત પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાના લોકો દ્વારા રાજુલા કોપર હટાવો સમિતિ દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપની સામે રોષ આજે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને રેલી સ્વરૂપે પોસ્ટર સાથે પ્રાંત અધિકારી સમક્ષ આવેદન પત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી કંપની સામે વિરોધનો સુર ઉઠાવી રાજય સરકાર સુધી રજુઆત પોહચાડવા માટે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ જેમા મહુવા તાલુકાના ખેડૂત નેતા ભરતસિંહ વાળા,જયદીભાઈ ધાખડા,ભારતીય કિસાન સંઘ પ્રમુખ વિક્રમભાઈ ધાખડા,ચેતનભાઈ વ્યાસ,પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરી,પર્યાવરણ પ્રેમી મનીષભાઈ ગૌસ્વામી,જોરુભાઈ ધાખડા,યુસુબભાઈ દરબાન,ધીરુભાઈ ધાખડા,અમરુભાઇ ધાખડા,ચેતનભાઈ વ્યાસ,ચંદુભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા કંપની સામે ભારે રોષ વ્યકત કર્યો હતો.મોડી રાતે કાગવદર કંપનીના સમર્થનમાં બેઠક મળી હતી. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક મોડી રાતે ખેડૂતો સ્થાનિકો કંપની વિરોધ કરનારા સામે સુર ઉઠાવી કંપનીને આવકારવા માટે બેઠક મળી હતી જેમા જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા કારોબારી ચેરમેન કરશનભાઇ ભીલ,કાગવદર પૂર્વ સરપંચ માહિપતભાઈ વરૂ,ઉંચેયા સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, તાલુકા પંચાયત સદસ્ય શિવરાજભાઈ કોટીલા,કારોબારી ચેરમેન અનિરુદ્ધભાઈ વાળા,લોઠપુર સરપંચ રાણાભાઈ મકવાણા,કિસાન મોરચા નેતા કનુભાઈ વરૂ,ખેડૂત નેતા દિલુભાઈ વરૂ, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆતો કરી હતી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવો સ્થાનિક હકારાત્મક લોકો માહિતી મેળવી શકે કોઈ બનાવ ન બને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવા માટે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છેખેડૂત નેતા ભરત સિંહએ કહ્યું આ 13મી તારીખએ લોકોએ પોતાના કામ મૂકી સુનાવણીમાં હાજર રહે અને આરોગ્ય સહિત લોકોને ખૂબ નુકસાન કારક છે પ્રદુષણ થશે આ વિસ્તારના લોકો 13મી તારીખ ચુકી ગયા તો પેઢી ચૂકી ગયા જેવી સ્થિતિ છે આપણે બધા ખેડૂતોએ ઉપસ્થિત રહેવાનું છે કાગવદર પૂર્વ સરપંચ મહિપતભાઈ વરૂ એ કહ્યું અમારે રાતે બેઠક હતી આજુ બાજુના લોકો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અમારી માંગણીએ છે અમે સ્થાનિકોએ છીએ વિરોધ કરવા વાળા માહોલ બગાડે છે અમારા વિસ્તારમાં રોજગારી મળશે કેટલાક હિતશત્રુઓ અમારા વિસ્તારમાં ખોટો વિરોધ કરી રહ્યા છે જેના કારણે વિકાસ રૂંધાશે આપણા વિસ્તારમાં કંપની આવી રહી છે બધાએ આગળ આવવાની જરૂર