લાઠી બાબરામાં રસ્તા પુલના કામો મંજુર

લાઠી,
લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા રાજ્ય સરકારને વિસ્તારના સર્વાંગી વિકાસ માટેની રજૂઆતો સતત કરવામાં આવી રહી છે જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધા જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રીપેર કરવાની જરૂરિયાત ઊભી થવાથી જે બાબતને ગંભીરતા પૂર્વક હાથ પર લઈ ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી ને રજૂઆત કરેલ આ રજૂઆતને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગંભીરતા સમજી આવા કામોને મંજૂરી આપી છે જનકભાઈ તળાવીયા પોતાના વિધાનસભા વિસ્તારને વધારે વિકાસશીલ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તેઓના વિધાનસભા વિસ્તારના લોકોને રોડ રસ્તા કે બીજા વિકાસના કામો હોય સતત પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હાલ તાજેતરમાં જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી જે બાબતે દામનગર ધામેલ રોડ ઉપર ધામેલ ગામ પાસે આવેલ માઇનોર બ્રિજ પ સ્પાન, પ્રોટકશન દિવાલ એપ્રોચ રોડ વિગેરે કામો માટે રૂપિયા એક કરોડ 80 લાખ મંજુર કરવામાં આવેલ છે આ પુલ તેમજ એપ્રોચ રોડ નું કામ મંજૂર થતા સ્થાનિક લોકો દ્વારા ખુશી ની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા નો આભાર માનવામાં આવ્યો