21મીએ બ્ર.કુ.શિવાનીદીદી અમરેલીમાં

અમરેલી,
અમરેલીમાં સર્વ પ્રથમ વખત બ્રહ્મકુમારીઝનાં વિશ્ર્વ વિખ્યાત વક્તા બ્રહ્મકુમારી શિવાની દીદીજી દ્વારા શાંત મન ખુશ્નુમા જીવન કાર્યક્રમ યોજાશે. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા અનેક આદ્યાત્મિક તથા સામાજીક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે તે અંતર્ગત અમરેલીમાં ઇન્ટરનેશનલ મોટીવેશ્નલ અને સ્પિરિચ્યુઅલ સ્પીકર નારી શક્તિ એવોર્ડથી સન્માનિત બ્રહ્મકુમારી શિવાનીદીદી દ્વારા તા.23-3 ગુરૂવારે સવારે 6:30 થી 8:30 સુધી ફોરવર્ડ સ્કુલનાં મેદાનમાં શાંત મન ખુશ્નુમા જીવન કાર્યક્રમ અંગે વક્તવ્ય અપાશે. મનની શાંતિ માટે લોકોએ સમય કાઢવો જરૂરી છે. મનનનાં અનેક પ્રશ્ર્નોનું સમાધાન, ખુશ્નુમા જીવનની ચાવી આપવા માટે બ્ર.કુ.શિવાનીદીદીનાં પ્રવચનનો લ્હાવો લેવા જેવો છે. તે માટે અમરેલી બ્રહ્મકુમારીઝ તરફથી ઇશ્ર્વરીય નિમંત્રણ અપાયું છે. વિનામુલ્યે ભાગ લેવા માટે આજે જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા રાૉજથ//ચસિીનૈ.મં.ર્ર્ર્/િીયૈજાર્ચિૌહ/ મો. 8320075334 ઉપર સંપર્ક કરવો.