અમરેલીમાં રીવરફ્રન્ટની મંજુરી અપાવતા શ્રી કૌશિક વેકરીયાનો આભાર વ્યક્ત કરાયો

અમરેલી,
ભાજપ શાષિત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અર્થે વણથંભી વિકાસયાત્રા અલગ અલગ વોર્ડમાં રોડના નવીની કરણ સાથોસાથ શહેરીની શોભામા વધારો કરતા રિવરફ્રન્ટ ની મંજૂરી અંગે કમર કસનાર ગુજરાત સરકાર ના નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા નો પાલિકા પ્રમુખ તેમજ સમગ્ર ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. અમરેલી નગર પાલિકા મા ભાજપ ના શાશનના ત્રણ વર્ષ ના ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાના વિકાસ આજે પ્રત્યક્ષ જોવા મળી રહેલ છે.શહેરના વિકાસ અર્થે માંગો તેટલી ગ્રાટ મળી રહે તે દિશામા આપણા સૌના હૃદયમાં વસેલા યુવા ધારાસભ્ય અને નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા નો સિંહફાળો રહેલ છે. જેમાં હાલ રુ.દશ કરોડ ના ખર્ચે અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રિમિક્સ,પેવિંગ બ્લોક સહિતની કામગીરી પ્રગતિમાં છે.સાથો સાથ શહેરના પછાત અને ઓજી વિસ્તારમાં પણ આજ દિવસ સુધી સ્થાનિક રહીશોએ પાકા રોડના દર્શન પણ કરેલા નથી તેવા સ્થાનિક રહીશોની રોડ સુવિધા અર્થે રુ.આઠ કરોડ ના ખર્ચે રોડ નવીનીકરણની કામગીરી પણ પ્રગતિમા છે.સૌથી મહત્વ ની અને શહેરની શાન શમી રિવરફ્રન્ટ ફ્રન્ટ ની યોજના માટે હાલ 29 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ની વહીવટી મંજૂરી પણ મળી ગયેલ છે.જે અંગે આચાર સહિતા બાદ ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવશે. આ રિવર ફ્રન્ટ ની યોજના 50 કરોડની યોજના છે.જે અંગે માત્ર ને માત્ર નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા ને આભારી છે.શહેરીજનોની સુખાકારીમાં કૌશિકભાઇ વેકરીયા ની જહેમત ખરે ખર રંગ લાવેલ છે.જે અંગે અમરેલી નગર પાલિકા ના પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી સહિત ની ટીમ દ્વારા ખુબ ખુબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવામાં આવેલ