ભાજપ દ્વારા અમરેલી બેઠક શ્રી ભરતભાઈ સુતરીયા ની પસંદગી

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના સન્નીષ્ટ કાર્યકર શ્રી ભરતભાઈ સુતરિયાને લડાવવાનો ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 2009માં અમરેલી જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખશ્રી નારણભાઈ કાછડીયા ને પણ ભાજપે લડાવ્યા હતા અને નારણભાઈ સતત ત્રણ જીત્યા હતા શ્રી ભરતભાઈ સુતરીયા માટે એમ કહેવાય છે કે તે ગાંઠનું ગોપીચંદન કરવા વાળા ભાજપના સમર્પિત કાર્યકર છે અને અત્યાર સુધીમાં તેમની ઉપર કોઈ ડાઘ નથી.