અમરેલી જિલ્લામાં બેકારીના ભરડામાં આવેલ ત્રણના આપઘાત

અમરેલી,
મોટા ઉદ્યોગ વગરના અમરેલી જિલ્લામાં માઇગ્રેશનનો પ્રશ્ર્ન હજુ છે જ છતા લોકો ટકી રહી સંઘર્ષ કરી રહયા છે છેલ્લા 24 કલાકમાં આર્થીક સંકડામણને કારણે આપઘાત કરી લેવાના ત્રણ બનાવો સામે આવ્યા છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, જાફરાબાદમાં વિપુલભાઇ દિનેશભાઇ બારૈયા ઉ.વ.31 રહે. ખેતવાડી પારેખ સામેની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ જતાં તેમનું મોત નિપજયાનું માતા જશોદાબેન દિનેશભાઇ બારૈયાએ જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.જયારે બીજા બનાવમાં સાવરકુંડલા રાધ્ોશ્યામ સોસાયટીમાં રહેતા મુકેશભાઇ મેઘદાસ સોલંકી ઉ.વ.35 સાવરકુંડલા હાથસણી રોડ આસોપાલવ સોસાયટી અવેડા પાસે પોતે કાઇ કામધંધો કરતા ન હોય અને ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય. જેથી પોતે કંટાળી જઇ અનાજમાં નાખવાની ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયાનું માતા પુંજીબેન મેઘદાસભાઇ સોલંકીએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.સાવરકુંડલા મહુવા રોડ રેલ્વે ટ્રેક કિમી 62/0થી 61/9 વચ્ચે રેલ્વે ટ્રેક પર ખાંભા તાલુકાના ભાણીયા ગામના લાલજીભાઇ હસુભાઇ મકવાણા નામનો 20 વર્ષનો યુવાન વતનમાં કામધંધો નહીં મળતા સુરત હીરા ઘસવાનું કામ કરતો હોય. થોડા સમયથી હીરાઘસવાનું કામ ઓછુ મળતા તેમજ પિતા મજુરી કામ કરતા ગુજરાન ચલાવતા હોય. આર્થિક સંક્રામણના કારણે ચિંતીત રહેતા હોય અને મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે ટ્રેન હેઠળ પડતુ મુકતા કપાઇ જવાથી મૃત્યું નિપજયાનું હસુભાઇ બચુભાઇ મકવાણાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ